Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમની મુલાકાત લઇ પ્રસન્નતા વ્યકત કરતા વસુબેન ત્રિવેદી

રાજકોટ : શહેરની ભાગોળે ૧૪ કિ.મી. દુર આવેલ 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમની સેવા સફરને બે દાયકા પૂર્ણ થયા છે. ત્યારે એ અવસરે રાજયના પૂર્વ રાજય શિક્ષણમંત્રી જામનગરના મહિલા અગ્રણી ડો. વસુબેન ત્રિવેદીએ સહપરિવાર આ સેવા સંકુલની મુલાકાત લઇ ત્રણેક કલાક જેટલો સમય આ વડીલો સાથે ગાળી સંસ્થાના ટ્રસ્ટીઓ સમક્ષ પ્રસન્નતા વ્યકત કરી હતી. જામનગરમાં લગભગ છ કરોડના ખર્ચે નિરાધાર લાચાર વડીલો માટે રાજેન્દ્રભાઇ જાની પરીવાર દ્વારા આવુ જ નિર્માણ થઇ રહેલ 'તપોવન વાત્સલ્યધામ' અંગે પણ ચર્ચા કરી હતી. આ મુલાકાત સમયે વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ જામનગરના રાજેન્દ્રભાઇ જાની, પરેશભાઇ જાની, નરેન્દ્રભાઇ ત્રિવેદી વગેરે સાથે રહ્યા હતા. તમામ મહેમાનોને 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમના મુકેશ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, ઉપેનભાઇ મોદી વગેરેએ આવકારી સંસ્થાની તલસ્પર્શી માહીતીની જાણકારી આપી હતી.

(4:00 pm IST)