Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અર્જુનસિંહ રાણાના આગમનથી ગુજરાતના સ્પોર્ટસ જગતને નવો વેગ મળશે : કે. કે. ઓઝા

ગાંધીનગરની પં.દિનદયાળ યુનિ. ખાતે યોજાય ગયેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણાનો પદગ્રહણ સમારોહ

રાજકોટ : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના વાઇસ ચાન્સલર તરીકે રાજકોટ કેળવણી મંડળ સંચાલિત સદ્દગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુ હોમસાયન્સ એન્ડ સ્વ. એમ. જે. કુંડલિયા ઇંગ્લીશ મીડીયમ મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. અર્જુનસિંહ રાણાની નિયુકિત થતા તેમનો પદગ્રહણ સમારોહ ગાંધીનગર ખાતેની પં.દિનદયાળ પેટ્રોલિયમ યુનિ. ખાતે યોજાયો હતો. ગુજરાત રાજય પોલીસનાં ડેપ્યુટી ડી.જી. શ્રી કે. કે. ઓઝાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજય સ્પોર્ટસ ક્ષેત્રે ઘણું પાછળ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી રમતગમત ક્ષેત્રે ખૂબ જ સક્રિયતા દર્શાવતા હોય આ દિશામાં ઘણી ગતિ થઇ છે. ડો. અર્જુનસિંહ રાણા ગુજરાતમાં સ્પોર્ટસને વધુ વેગવંતુ બનાવશે તેવો પૂર્ણ ભરોસો છે. રાજકોટ કેળવણી મંડળનાં ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. અર્જુનસિંહ રાણા સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્સ યુનિવર્સીટીના વાઈસ-ચાન્સેલરની પદવી ગ્રહણ કરી રહ્યા છે. ડો. અર્જુનસિંહ રાણા પ્રિન્સપાલની પદવીથી વાઈસ ચાન્સેલરની પદવી મેળવી તેનો અમને ગૌરવ છે. અર્જુનસિંહ રાણા વિઝનરી વ્યકિતત્વ ધરાવે છે. શૈક્ષણિક ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે તેમની કારકિર્દી ઝવલંત છે. રમતગમત ક્ષેત્રે વિકાસની વિશાળ તકો સાકાર કરી શકશે તેવી પૂરી શ્રદ્ધા છે. બોર્ડ ઓફ ગવર્નન્સનાં સભ્ય ડો. રૂસ્તમ ખત્રીએ સંદેશો આપતાં જણાવ્યું હતું કે ડો. અર્જુનસિંહ રાણા સાથે કામ કરવાની અમને તક મળી અને તેઓ યુનિવર્સીટી માટે પ્રેરક બની રહેશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં શ્રી નિરંજનભાઈ શાહે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં સિન્ડીકેટ સભ્ય ડૉ. નીદત બારોટે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીનાં રજીસ્ટ્રાર ડી. ડી. કાપડિયા તથા શ્રી સુરેશભાઈ કાનાબારે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીનાં નવનિયુકત વાઈસ-ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે આજનો દિવસ એટલે  ક્રાંતિનો દિવસ સ્થાપિત થયો છે. સ્વર્ણિમ  ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીનાં વાઈસ  ચાન્સેલર તરીકે મને જે જવાબદારી સોંપાઈ છે તે માટે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભારી છું અને ખાત્રી આપું છું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈ.સ. ૨૦ ૧ ૧ માં ઓ યુનિવર્સીટીનું સપનું જોયું હતું તેનો ઉદ્દેશ પૂર્ણ કરવા કટિબદ્ધ છું. ઁપદગ્રહણ સમારોહમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીનાં તથા અન્ય યુનિવર્સીટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહનું સંચાલન નિસંર્ગભાઈ પંડયાએ કર્યુ હતુ.

(3:57 pm IST)