Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મલ્હાર લોકમેળોઃ યાંત્રિકના ૪૪માંથી ર૧ સ્ટોલ વેચાયાઃ હવે બુધવારે બાકીના સ્ટોલની હરરાજી

જી કેટેગરીના રર માંથી ર૧ સ્ટોલમાં દરેકમાં રII લાખ ઉપર આવક : ૧૪મીએ હરરાજી થશે તો સ્ટોલ ઉભા કરવા દોડધામઃ નિયમોમાં કોઇ બાંધછોડ નહિં

રાજકોટ તા. ૧રઃ રાજકોટમાં રરમીથી યોજાનાર મલ્હાર લોકમેળામાં યાંત્રીકના કુલ ૪૪ સ્ટોલની શનિવારે હરરાજી યોજાઇ હતી. જેમાંથી જી કેટેગરીના રર માંથી ર૧ સ્ટોલ વેચાયા છે, અને અપસેટ પ્રાઇઝ કરતા ૮૦ હજારથી ૧ લાખ સુધીની તોતીંગ આવક થયાનું તંત્રે ઉમેર્યું હતું, દરેક સ્ટોલ રII લાખ ઉપર વેચાયાનું સાધનો જણાવી રહ્યા છે.

હવે આજે રજા છે, આવતીકાલે સ્ટોલ ધારકોની મીટીંગ છે, એટલે સંભવત ૧૪મીએ બાકી રહેતા રર-ર૩ સ્ટોલની હરરાજી હાથ ઉપર લેવાશે.

કલેકટર તંત્રે યાંત્રિક સ્ટોલના ફીટનેશ સર્ટિફિકેટ અંગેનો નિયમોમાં કોઇ બાંધછોડ કર્યું નથી, ડીઝાઇન અંગે જે તે ઇજનેરોના સરનામા અપાયા છે, સ્ટોલ ધારકો ઉમેરી રહ્યા છે કે ૧૪મીએ હરરાજી હાથ ઉપર લેવાશે તો અમારે સ્ટોલ કેમ ઉભા કરવા અને તેના માટે દોડધામ થઇ રહી છે, સ્ટોલ ધારકોને ડીઝાઇન અંગે પણ દોડધામ થઇ રહ્યાનું જાણવા મળ્યું હતું, જો કે અધીકારી વર્તુળો જણાવી રહ્યા છે કે ર૧મી પહેલા બધું પતી જશે. મેળો ટનાટન થશે, પ દિ'માં ૧ર થી ૧પ લાખ લોકો ઉમટી પડશે તે હકીકત છે.

(3:57 pm IST)