Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જય કનૈયાલાલ કી...બાળકોએ હૈયાના હેતથી ચિત્રમાં નયનરમ્ય રંગ પૂર્યા : વિજેતાઓ જાહેર

રાજકોટ, તા. ૧૨ :. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધો. ૧ થી ૭ના બાળકો માટે સેન્ટ ગાર્ગી સ્કૂલ, વિઝન ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ, ચાણકય વિદ્યાલય અને ઓમ વિદ્યાલય ખાતે કૃષ્ણ જીવન આધારીત ચિત્રમાં રંગ પુરવાની સ્પર્ધા યોજાયેલ છે. ભૂલકાઓએ પેન્સિલ કલર અને મીણીયા રંગથી ચિત્રોને સુંદર બનાવ્યા હતા. વિજેતાઓને આજે ગોપી-કિશન સ્પર્ધામાં ઈનામ વિતરણ કરવામાં આવશે.

ધો. ૧માં કાવ્યા ઝાલાવાડીયા, રીયાન્સી ડાભી અને ભાર્ગવ ડાભી અનુક્રમે પ્રથમ ત્રણ વિજેતા થયેલ. જીયા જીવરાજાનીને પ્રોત્સાહન ઈનામ મળેલ. ધો. ૨માં રીષી પીત્રોડા, હેત કેરાડીયા અને હર્ષિત ડાભી અનુક્રમે પ્રથમ ત્રણ તથા ગોડવૈષ્ણવ નવ્યા અને શ્યામ સોહલા પ્રોત્સાહન ઈનામ પાત્ર વિજેતા થયેલ. ધો. ૩માં ખુશી નાવીયાણી, શીવાંશ મિશ્રા અને અનુરાધા ગૌતમ પ્રથમ ત્રણ તથા હેત મેંદપરા અને હાર્મી લિંબાસીયા પ્રોત્સાહન માટે વિજેતા થયેલ. ધો. ૪માં પ્રાપ્તિ ભીમાણી, હર્ષ રાણપરીયા પહેલા-બીજા તથા ત્રીજા નંબરે સૃષ્ટિ લીંબાસીયા અને જાનકી કાલરીયા આવેલ. શાન સાકરીયા અને માહી કડવાતર પ્રોત્સાહન વિજેતા થયેલ. ધો. ૫માં તમન્ના ગુંદરણીયા, ભૂમિ સેનમા અને યશસ્વી નાવીયાણી પ્રથમ ત્રણ વિજેતા થયેલ. તૃપલ ટીંબડીયા તથા તન્મય રાજપરા પ્રોત્સાહન ઈનામ પાત્ર બન્યા છે.

ધો. ૬માં વિશ્વા ધાંધીયા, શિવાંગી મિશ્રા, શિવાંગી મકવાણા પ્રથમ ત્રણ વિજેતા થયેલ. રિદ્ધિ ડાભી અને સિદ્ધિ ડાભીને પ્રોત્સાહન ઈનામ મળેલ. ધો. ૭મા માનસી સિતાપરા પ્રથમ તથા માનસી મિશ્રા અને દેવ્યાંશી વ્યાસ દ્વિતીય વિજેતા થયેલ. પાર્થ સોલંકી તૃતિય તથા પલક શનિશ્વરા અને નાઝીમ જાગા પ્રોત્સાહન ઈનામ પાત્ર વિજેતા થયેલ તેમ સમિતિના મહામંત્રી નિતેશ કથીરિયા જણાવે છે.

(3:43 pm IST)