Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ઢોર પકકડ પાર્ટીનાં ૧૩ કર્મચારીઓને બદલીમાં અન્યાયઃ મ્યુ. કમિશ્નરને રજૂઆત

૧૯ વર્ષથી એકજ સ્થળે ફરજ બજાવેલ છે

રાજકોટ તા. ૧રઃ મ્યુ. કોર્પોરેશનની ઢોર પકકડ પાર્ટીમાં સતત ૧૯ વર્ષથી ફરજ બજાવતાં ૧૩ કર્મચારીઓને બદલીમાં અન્યાય થતો હોવાની રજુઆત મ્યુ. કમિશ્નરને કરાઇ છે.

આ અંગે બાવજી મકવાણા, મુકેશ ખીમસુરીયા, મુકેશ વાણીયા, નિલેશ સોલંકી, જયરાજ પરમાર, અજય પરમાર, મહેન્દ્ર સોલંકી, જીતેન્દ્ર વાઘેલા, કિશોર લઢેર, મહેશ વાળા, દિનેશ મકવાણા, અશોકભાઇ સોલંકી, રાજેશ ચૌહાણ સહિતનાં કર્મચારીઓએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, તેઓ મ્યુનિ. કોર્પો.નાં વર્ગ-૪ ના કર્મચારી તરીકે કાયમી નોકરી કરી અને કૌટુંબનું ગુજરાન ચલાવે છે અને ઢોર પકડ પાર્ટીમાં ફરજ બજાવીએ છીએ. અમો અરજદારો/કર્મચારીઓ એક જ ડીપાર્ટમેન્ટમાં છેલ્લા ૧૯ વર્ષથી ફરજ બજાવીએ છીએ. જેમાં શહેરની જુદા જુદા વિસ્તારની ઢોર પકડી અને ઢોરની વ્યવસ્થીત સાંચવણી રાખીને ઢોરના ડબે રાખેલ છે. આવા કિસ્સામાં અમોને ઢોર પકડવા જતી વખત ઘણી વખત અમો કર્મચારીઓને નાના મોટી ઇજાઓ થયેલ છે અને ઢોરે પણ મારેલ છે. અને ઢોરના માલીકો સાથે અવાર નવાર બોલાચાલી અને મારામારી થય.ેલ છે, જેના કેસો પણ કર્મચારીઓ ઉપર પેન્ડીંગ છે. આ રીતે આ કર્મચારીઓએ એક જ જગ્યા ઉપર છેલ્લા ૧૯ વર્ષથી ફરજ બજાવીને ફરજ અદા કરેલ છે.

આમ છતાં કર્મચારીઓ કાયદાની જોગવાઇઓ મુજબ સ્વતંત્ર રીતે બદલી થવી જોઇએ તે આજદીન સુધી કોઇપણ જગ્યાએ બદલી કરેલ નથી. જેથી આ કર્મચારીઓને એકજ જગ્યાએ નોકરી કરીને ઘણી ઇજા પહોંચેલ છે તથા ઘણી યાતનાઓ સહન કરેલ છે. અને માનસીક ત્રાસ સહન કરેલ છે ત્યારે સ્વતંત્ર રીતે બદલી કરીને ફરજ સોંપવા આપશ્રીને માંગ છે

(3:43 pm IST)