Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રાજકોટીયન્સને મનોરંજન પિરસતુ '' ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ''

છેલ્લા પાંચ દાયકાથી થતું આયોજનઃ દરરોજના ત્રણ શો, ૨૫મી ઓગષ્ટ સુધી ચાલુ રહેશે : રશિયન પહેલવાન ૧૫ લોકોને જીપમાં બેસાડી દાંતથી જીપ ખેંચશેઃ લોખંડની ઝારીમાં સ્કુટર ઉપર કરતબ કરશેઃ રશિયન-આફ્રિકન-મંગોલીયન કલાકારો નિતનવા પ્રયોગો કરશેઃ દરરોજ અંદાજે ૨૦ થી ૨૨ ખેલ રજુ થાય છે

રાજકોટઃ તા.૧૨, રંગીલા  રાજકોટીયનો માટે મનોરંજન પીરસવા માટે ''ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ'' સજજ છે જયા રશિયન પહેલવાન ૧૫ લોકોને જીપમાં બેસાડી દાંતથી જીપને ખેંચશે. તેમજ સાડાસાત કિલોનો વજન એક હાથથી ઉપાડશે. આ ઉપરાંત લોખંડની જારીમાં સ્કુટરવારો સ્કુટર ફેરવશે. રશિયન, આફ્રિકન અને મંગોલોયન કલાકારો દ્વારા અવનવા પ્રયોગો રજુ કરવામાં કરવામાં આવશે. એક શો માં ૨૦ થી ૨૨ ખેલ પીરસવામાં આવે છે.

રાજકોટ શહેરમાં છેલ્લા પચાસ વર્ષથી  ''ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ''  યોજાય છે. જે છેલ્લા થોડા વર્ષોથી અહિના શાસ્ત્રી મેદાન ખાતે જ આયોજન થાય છે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની મંજુરી મળી ગયેલ હોવાનું આયોજકોએ જણાવ્યું છે. આ વર્ષે ૨૫ ઓગષ્ટ  સુધી સર્કસ ચાલુ રહેશે.

ધ ગ્રેટ ગોલ્ડન સર્કસના માલીક શ્રી અનવરભાઇ જોનબાબુ (અમદાવાદવાળા)એ જણાવેલ કે સમગ્ર દેશમાં એક જ સર્કસ કે જે ગુજરાતીની માલીકીનું છે. મેનેજર તરીકે શ્રી ટાઇટસ વર્ગીસ સેવા આપે છે. જયારે સમગ્ર રાજકોટ શહેરમાં સંચાલન શ્રી હરીશભાઇ પારેખ (ચારૂ પબ્લીસીટી) અને શ્રી નિલેશભાઇ ત્રિવેદી ( મનિષ એડ) દ્વારા કરવામાં આવે છે. તેઓએ જણાવેલ કે અહિં સર્કસમાં પશુ- પંખીઓનો ઉપયોગ કરવામાં આવતો નથી.

શાસ્ત્રી મેદાન ખાતે દરરોજ ત્રણ શો (બપોરે ૩:૧૫, ૬:૧૫, ૯:૧૫) યોજાય છે. સર્કસમાં ૧૫૦ લોકોનો સ્ટાફ સેવારત છે. રશિયન સેન્ડો (પહેલવાન) દ્વારા જીપમાં ૧૫ લોકોને બેસાડી પોતાના દાંતવડે જીપને ખેંચશે. તેમજ સાડાસાત કિલો વજન એક હાથે ઉપાડશે. રશિયન, આફ્રિકન અને મંગોલીયન કલાકારો દ્વાારા સર્કસના વિવિધ ખેલ પિરસવામાં આવે છે. આ ઉપરાંત લોખંડની ગોળ જારીમાં બે સ્કુટરવારો જારીમાં ફરશે અંધારામાં રેડીયમની લાઇટ ઉપર ઝુલામાં અવનવા ખેલ બતાવવામાં આવશે.

આ ઉપરાંત ફલાઇંગ, જમ્પીંગ, પાગનપોલ (આફ્રિકન), પરેડ, સ્ટેચ્યું, સ્કેટીંગ, બાસ્કેટ બોલ, રિવોલ્વીંગ, શુટીંગ, ફારસ, રિંગડાન્સ, આફ્રિકન સાઇકલ વિ. કરતબો રજુ કરવામાં આવશે. નાના ભુલકાઓને જોકરો મનોરંજન પિરસશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકો, યુવાઓ, મોટેરાઓને સર્કસ નિહાળવા અનુરોધ કરાયો છે.

(3:33 pm IST)