Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

લક્ષ્મીનગરના નાલા પાસેનો રસ્તો કહેવાતી મરામત પછી ફરી એ જ ભંગાર હાલતમાં

રાજકોટના રસ્તાઓથી  વરસાદના પાણીથી પથારી ફરી ગઇ છે. કહેવાતા પ્રીમોન્સૂન પ્લાન વરસાદના પાણી સાથે તણાઇ ગયા છે. ચોમાસામાં માથાના  દુઃખાવા રૂપ બનતા લક્ષ્મીનગરના નાલાઓ... આ વખતે પણ 'પરંપર' જાળવી છે. કોર્પોરેશનની વર્ષો જુની અણઆવડતને કારણે થોડા વરસાદમાં કયાંક ઝાઝુ પાણી ભરાઇ જાય છે. કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાં બેસીને પ્રજાલક્ષી કામગીરી કર્યાનો સંતોષ માનતા અધિકારીઓ અને પદાધિકારીઓએ આવા વિસ્તરની નાની મુલાકાત લેવી જરૂરી છે. નાલાથી નાનામવા તરફ શરૂ થતો રસ્તો વરસાદમાં બિસ્માર થઇ ગયા બાદ કમિશનરે કહેવાતી મરામત કરાવી ઝડપી કામગીરીનો દાવોનો કરતો ફોટો જાહેર કરેલ. ફરી વરસાદ થતા  રસ્તો મૂળ ખરાબ સ્થિતિમાં આવી ગયો છે. ઉપરોકત તસ્વીર નાલાથી શરૂ થતા રોડની છે. તે આજે સવારે કેમેરામાં કેદ થઇ છે. ડામર રોડની મરામત કર્યા પછી ગણતરીની કલાકોમાં આવી હાલત થઇ જતી હોય તો કામની ગુણવતા કેવી ગણવી? કોર્પોરેશનના શાશકો માટે અપજશથી બચવા મેઘરાજાને 'ખો' આપી દેવાનો રસ્તો ખૂલ્યો છે. પ્રજાના પૈસાનુ પાણી થઇ રહ્યુ છે. અને વધારામાં પારાવાર પરેશાની થાય છે. ચુંટણી ટાણે દુનિયાભરનું ડહાપણ બતાવતા નેતાઓ અને પ્રજાના પૈસાથી તગડો પગાર ખાતા અધિકારીઓને વરવી વાસ્તવીકતા અર્પણ...

 

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(1:28 pm IST)