Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે ઇદુદદોહા સંપન્નઃ આજથી ત્રણ દિ' થનારી ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિશેષ નમાઝ સંપન્ન : સતત બીજા વર્ષે 'ગવાહી' ઉપર પરંપરાગત રીતે ઉજવાતું બલિદાન પર્વ

બલિદાનની ભાવનાઃ રાજકોટ શહેરમાં આજે સવારે ઇદુલ અદહાના પાવન પ્રસંગે મુસ્લિમ સમાજે એકત્ર થઇ ઇદગાહ ઉપર ઇદની વિશેષ નમાઝ પઢી દુઆ-પ્રાર્થના કરી હતી ત્યારની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પરંપરાગત ''ઇદુલ અદહા''ની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી રાબેતા મુજબ ત્રણ દિ' સુધી ચાલશે.

ઇસ્લામી પંચાગના ૧રમા મહિના જીલ હજ્જની ૧૦મી તારીખે આ ઇદની ઉજવણી ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર અને ધર્મપિતા હઝરત ઇબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્બર હઝરત ઇસ્માઇલની સ્મૃતિમાં મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છ.ે

જો કે આ મહિનો 'હજ્જ'નો છે અને જેથી ધનિક પરિવારો પૈકી કોઇનેકોઇ આ મહિનામાં નિયમ મુજબ હજ્જ કરવા જતા હોય છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ સેંકડો મુસ્લિમો તેમા સામેલ થાય છે. જે હજ્જ યાત્રાનો મકકા શરીફ શહેરમાં કાલે છેલ્લો દિવસ છે ત્યારે ૧૦મીના દિવસે હાજીઓ સિવાયના મુસ્લિમો ઇદ ઉજવે છે.

ઇદ પ્રસંગે વિશેષતઃ આજે સવારે મુસ્લિમ સમાજે ઇદની વિશેષ નમાઝ પઢી હતી અને તે પછી લાખો હાથ દુઆઓ માટે ઉઠી જતા સમગ્ર ભારત દેશ માટે સુખ-શાંતિ અને સમૃધ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી છ.ે

અત્રે એ નોંધનીય છે કે હાલના મેઘાવી માહોલમાં સૌરાષ્ટ્રમાં ૭પ% વિસ્તારમાં ગત ચંદ્રદર્શનનો અભાવ સર્જાયો હતો અને કચ્છમાં બેથી ત્રણ સ્થળે ચંદ્ર જોવા મળ્યો હતો જેના લીધે કચ્છમાંથી ''ગવાહી'' (સાક્ષી) લઇ અવાયા બાદ સૌરાષ્ટ્રમાં આજે સોમવારે એક સાથે ''ઇદ'' મનાવાઇ રહી છ.ે

ગત વર્ષે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંય ચંન્દ્ર નહી નજરે પડતા છેક મુંબઇથી ગવાહી લાવી ઇદ કરવામાં આવી હતી જયારે આ વખતે ઉલટુ સૌરાષ્ટ્રથી ગવાહી મોકલી મુંબઇમાં ઇદ કરવામાં આવી છ.ે

જો કે સતત બીજા વર્ષે પણ ગવાહી ઉપર આ ઇદ સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઇદની નમાઝ સંપન્ન થયા પછી મુસ્લિમ સમાજે અરસ પરસ શુભેચ્છાઓ પાઠવતા બલિદાનની ભાવના પ્રકટ કરતા આ પર્વનો હર્ષોલ્લાસ ચોતરફ વ્યાપી ગયો હતો.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટના નાનામોટા ગામો કે શહેરોમાં આજે ઇદની ઉજવણી સંપન્ન થઇ છે અને મેઘાવી માહોલ વચ્ચે ખુશ્નુમા વાતાવરણ વચ્ચે મુસ્લિમ સમાજમાં ઉત્સાહ વ્યાપી ગયો છ.ે

રાજકોટમાં આજે સવારે ૩ ઇદગાહ, એક દરગાહના મેદાન, અને ૩પ મસ્જીદોમાં મળી ૩૯ જેટલા સ્થળોએ તેમજ શહેરના છ જેટલા પરા વિસ્તારની મસ્જીદોમાં ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.

એ જ રીતે પોરબંદર, પ્રભાસપાટણ, વેરાવળ, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, ભાવનગર, સુરેન્દ્રનગર, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર સહિતના મુસ્લિમ બહુમતીવાળા શહેરો કે ગામોમાં ઇદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઇદગાહમાં સૈયદ મોહસીનમીંયા તથા સદર ઇદગાહમાં સદર જામ્એ મસ્જીદના હાફીઝહાજી અકરમખાં પઠાણ તથા લાલપરી તળાવ દરગાહે મૌલાના મો.અનવરમીંયા અશરફી તથા રૈયા હઝરત ગેબનશાહ પીરની દરગાહના મેદાનમાં અબ્દુલ રશીદ નુરી બંગાલીની નેતાગીરીમાં લોકો ઇદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતા.

રાજકોટની વિવિધ મસ્જીદોમાં (૧) ઘાંચી મસ્જીદ (સોનીબજાર) મૌલાના કારી તસ્લીમુદીન અઝહરી (ર) સદર જામ્એ મસ્જીદમાં મૌલાના અ.લતીફ (૩) ગેબનશાહ દરગાહમાં મૌલાના અબ્બાસ અલી, (૪) નવાબ મસ્જીદ (દાણાપીઠ)માં મૌલાના હાસિમરઝા (પ) કરીમપુરા (હાથીખાના)માં મૌલાના મુહંમદ હુસેન (૬) ફારૂકી મસ્જીદ (દુધની ડેરી)માં મૌલાના મો.જફર રઝવી (૭) મદીના મસ્જીદ (લક્ષ્મીનગર) માં સૈયદ અ.ઝરરાર શાહ(૮) મસ્જીદે ગોષીયા (રઝાનગર)મંા કારીનવાઝ અહેમદ (૯) માઉન્ટેડ મસ્જીદ (પોપટપરા)માં મૌલાના ફતીઉરહેમાન (૧૦) નુરાની મસ્જીદ (રઝાનગર) માં મૌલાના બરકત અલી રઝવી (૧૧) નગીના મસ્જીદ (દાણાપીઠ)માં મૌલાના બિલાલ અહેમદ બંગાલીએ ઇદની નમાઝ પઢાવી હતી.

જયારે (૧ર) ઝૂલેખાં નુર મસ્જીદ (બાબરીયા કોલોની)માં મૌલાના મો.જાવેદ અખ્તર (૧૩) ઉસ્માની મસ્જીદ (બજરંગવાડી) માં મૌલાના હાજી સાબિર હુસેન (૧૪) મસ્જીદે રઝા (નહેરૂનગર) માં મૌલાના સૈયદ હાજી મહેબુબમીયા કાદરી (૧પ) હુસેની મસ્જીદ (ભગવતીપરા) માં મૌલાના નૈયર મુતુર્ઝા નુરી (૧૬) મતવા મસ્જીદ (સરધાર નાકા) માં હાફિઝ તાલીબુદદીન કદીરી(૧૭) નુરે મુહમંદી મસ્જીદ (ઘાંચીવાડ)માં મૌલાના આમિરૂદદીન બરકાતીની નેતાગીરીમાં મુસ્લિમ ભાઇઓએ નમાઝ પઢી હતી.

આ ઉપરાંત (૧૮) અલ-કા'બા મસ્જીદ  (હાથીખાના) માં મૌલાના મુખ્તાર અહેમદ રઝવી (૧૯) યતીમખાના (કરણપરા)માં મૌલાના સૈયદ અસગરઅલી બાપુ (ર૦) નુરી મસ્જીદ (જામટાવર) માં મૌલાના મીરહસન અકબરી (ર૧) સિદીકી મસ્જીદમાં મૌલાના અલી અકબર રઝવી (રર) ફાતેમા મસ્જીદ (જયપ્રકાશનગર)માં મૌલાના મુહંમદ તાલિબ (ર૩) મસ્જીદે આયેશા (હાઇવે) મૌ મૌલાના બશીર નિઝામી (ર૪) શહેર જુમ્આ મસ્જીદમાં મૌલાના સૈયદ અલ્તાફમીયા (રપ) મસ્જીદે હવ્વા (નહેરૂનગર) માં મૌલાના દિલ મુહંમદ બંગાલી (ર૬) મસ્જીદે ગુલઝારે મુસ્તુફા (ગંજીવાડ)માં સૈયદ હાજી મુહંમદમીયા મટારી (ર૭) હૈદરી મસ્જીદ (ખોડીયારપરા) માં મૌલાના સૈયદ નઝીર મિયા (ર૮) સંજરી મસ્જીદ (પોલીસ હેડ કવાર્ટસ)માં મૌલાના બશીરૂદદીન (ર૯) ગુલઝારે મંદીના મસ્જીદ (ભીસ્તીવાડ)માં મૌલાના મો.યુસુફ રઝવી (૩૦) ફાતેમા મસ્જીદ (ગોપાલનગર) માં મૌલાના સૈયદ બાપુ(૩૧) મસ્જીદે નસીમ (અંકુર સોસાયટી) માં મૌલાના મુહંમદ હનીફનુરી (૩ર) મસ્જીદે મુસ્તુફા (રૂખડીયાપરા)માં સૈયદ સિકંદરબાપુ કાદરી રઝવી (૩૩) મસ્જીદે રહેમાની (મોચીનગર)માં મૌલાના શબ્બીર શાહ (૩૪) મસ્જીદે તસ્લીમ (જામનગર રોડ)માં મૌલાના મુસ્ફિક આલમ (૩પ) મસ્જીદે હસનૈન (ચામડીયાપરા) માં મૌલાના બશીરૂલ હક્ક નઇમીએ ઇદની નમાઝ પઢાવી હતી.

ગોંડલ હાઇવે ઉપર આવેલ કોઠારીયા વિસ્તારમાં મસ્જીદે નુરી(નુરાનીપરા)માં઼ હાફિઝ ઉસ્માનખાન, મસ્જીદે અહેમદ (રસુલપરા)માં મૌલાના હાજી મો.દાનિશ  આલમ તથા મોહંમદી બાગની મસ્જીદે મખ્દુમે અશરફમાં મૌલાના સૈયદ મો. અકીલમીંયા, મસ્જીદે માહિન (કોઠારીયા ગામ) માં મૌલાના સૈયદ અ.ગફફુરબાપુ મટારી માલિયાસણ મસ્જીદે અલી અકબરમાં મૌલાના અબુશાહ રિફાઇ અને વેરાવળ (શાપર) માં આવેલ મસ્જીદે ગૌષે આ 'ઝમમાં ત્યાંના મૌલાના દ્વારા ઇદની નમાઝ પઢવામાંં આવી હતી.

ઇદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નુરી (અલૈહીર્રહમા) માટે ગંજીવાડામાં ઇસાલે, સવાબ કરી તેઓની જરૂીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલી અર્પીત કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગેબનશાહ પીર અને મખ્દુમે સૌરાષ્ટ્ર હઝરત તુકીબાવા (અલહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્તાનોમાં શ્રાદ્ધતર્પણ માટે ઇદ નિમિતે દિવસ દરમ્યાન લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

રાજકોટ સેન્ટ્રલ જેલમાં પણ કેદીભાઇઓએ ઇદની નમાઝ પઢી હતી. આ માટે સેવાભાવી મુસ્લિમ અગ્રણીઓ ડો.એમ.કે. કાદરી ત્થા લાલાભાઇ માડેકીયાએ વ્યવસ્થા કરી હતી.

(3:59 pm IST)