Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

ક્રાઇમ બ્રાન્ચનો આજીડેમ ચોકડી રાંદરડા તળાવ સામે નવીન પટેલના શેડમાં દરોડો: મૌલિક ઉર્ફે ભોળો પટેલ 7.81 લાખના 1504 બોટલ દારૂ સાથે પકડાયો: એએસઆઈ જ્યૂભા અને હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, જે.પી. મેવાડાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ: ક્રાઇમ બ્રાન્ચે લાખોના દારૂ સાથે વધુ એક શખ્સને ઝડપી લીધો છે. ચોક્કસ બાતમી પરથી આજીડેમ ચોકડી નજીક રાંદરડા તળાવ સામે આવેલા નવીનભાઈ પટેલના શેડમાં દરોડો પાડી રૂ.7,81,460ની કિંમતનો 1504 બોટલ દારૂ કબજે કરી મૌલીક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડીયા ઉ.29, રહે. નવા થોરાળાની ધરપકડ કરી છે. એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયા, પીઆઇ એચ.એમ. ગઢવીની રાહબરીમાં એએસઆઈ વિજયસિંહ ઝાલા, જ્યૂભા, રાજદીપસિંહ, પ્રતાપસિંહ, યોગેન્દ્રસિંહ, જગદીશભાઈ, હરદેવસિંહ, એભલભાઈ બરાલીયા, સ્નેહભાઈ, પરેશગીરી, સોક્તખાન, સૂર્યકાન્તભાઈ સાહિતે કામગીરી કરી છે

(6:20 pm IST)