Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ 19 વિભાગમાં રાત્રિથી આજ રવિવાર બપોર સુધીમાં 4 મોત: વીંછીયા, ધારી, મોરબી અને સુરેન્દ્રનગરના દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટ: વૈશ્વિક  મહમારી કોરોનાએ ભરડો લેવાનું ચાલુ જ રાખ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવાર રાતથી આજે રવિવારે બપોર સુધીમાં 4 મોત થયા છે. જેમાં વીંછીયાના મુક્તાબેન સંજયભાઈ (ઉંમર 30) ધારીના ગિજુભાઈ રાજુભાઇ (ઉંમર 70) મોરબીના ભરતભાઈ લાલજીભાઈ (ઉંમર 59)  અને સુરેન્દ્રનગરના સુરેશભાઈ મોહનભાઈ( ઉંમર 62)નો સમાવેશ થાય છે. તમામ રિપોર્ટ પોઝિટિવ હોવાનું કહેવાય છે.

(1:58 pm IST)
  • કાશ્મીરમાં સશસ્ત્ર દળોને મોટી સફળતા : સોપોરમાં આજે અથડામણ દરમિયાન પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાનો મોસ્ટ વોન્ટેડ ઉસ્માન અને બીજા બે ત્રાસવાદી ઠાર મરાયા છે. સોપોરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામા તે સામેલ હતો, જેમાં સીઆરપીએફ જવાન શહીદ થયેલ access_time 9:09 pm IST

  • અત્યારે સાંજે 5.50 વાગે રાજકોટ ઉપર અચાનક કાળા ડિબાંગ વાદળ ઘેરાયા: જોરદાર ઝાપટા પછી ધીમો વરસાદ ચાલુ.: માહોલ ભારે ઘેરાયેલો છે.: ઇનસેટ તસ્વીરમાં મોટાભાગના સૌરાષ્ટ્ર ઉપર વાદલાઓ છવાયેલા જોવા મળે છે. access_time 6:07 pm IST

  • બિનસત્તાવાર જાણવા મળતી માહિતી મુજબ એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો : પ્રોટોકોલ મુજબ બીએમસી દ્વારા તેમના નિવાસસ્થાન 'જલ્સા'ને સેનેટાઈઝ કરવામાં આવ્યો access_time 1:04 am IST