Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આલે...લે

શહેરની ૧૯,૦૦૦ મિલ્કતોમાં હજુ વેરા આકારણી નથી થઇ !!

સૌથી વધુ જુના રાજકોટમાં ૯૮૦૦ બાકીઃ સૌથી ઓછી વોર્ડ નં. ૯ માં માત્ર ૧ જ મિલ્કતની આકારણી બાકી

રાજકોટ, તા., ૧૨: શહેરમાં ચાલુ નાણાકીય વર્ષથી ર.૪પ લાખ જેટલી મિલ્કતોમાં નવી કારપેટ વેરા આધારીત આકારણી કરી અને તે મુજબ વેરા વસુલાત શરૂ થઇ ગઇ છે. પરંતુ હજુ પણ શહેરમાં ૧૯ હજાર જેટલી મિલ્કતોની વેરા આકારણી કાર્પેટ એરીયા મુજબ થઇ નથી જેના કારણે આ મિલ્કત ધારકો હજુ સુધી વેરો ભરી શકયા નથી અને તેઓના મિલ્કત સંબંધી વહીવટી કામો અટકી પડયા છે.

આ અંગે સતાવાર જાહેર થયેલા આંકડા મુજબ હજુ સેન્ટ્રલ ઝોન એટલે કે જુના રાજકોટમાં વોર્ડ નં. ૩ ની ૩૦૬પ , વોર્ડ નં. ૭ ની ર૭પ૮, વોર્ડ નં. ૧૩ની ર૩૧૧, વોર્ડ નં. ૧૪ ની ૧ર૩, વોર્ડ નં. ૧૭ની ૧પ૮ર સહિત કુલ ૯૮૩૯ મિલ્કતોની વેરા આકારણી બાકી છે.

જયારે ઇસ્ટ ઝોન એટલે કે સામા કાંઠે વોર્ડ નં. ૪ ની ૧૬પર, વોર્ડ નં. પ માં ૭૯, વોર્ડ નં. ૬ માં ૧૬૭૬, વોર્ડ નં. ૧પ માં ૧૮૩ર, વોર્ડ નં. ૧૬માં ૯૮૧, વોર્ડ નં. ૧૮માં ૮૭૬ સહિત કુલ ૭૦૯૬ મિલ્કતોની વેરા આકારણી બાકી છે.

આ ઉપરાંત વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટમાં વોર્ડ નં. ૧ માં ૧૦પપ, વોર્ડ નં. ૮ માં ૯પપ, વોર્ડ નં. ૯ માં માત્ર ૧ , વોર્ડ નં. ૧૦માં ૯ર, વોર્ડ નં. ૧૧ માં ૮૪, વોર્ડ નં. ૧રમાં પ૧૩, સહીત કુલ ર૭૦૦ મિલ્કતોની વેરા આકારણી બાકી છે. આમ ઉપરોકત ત્રણેય ઝોનની મળી કુલ ૧૯૬૩પ જેટલી મિલ્કતોના વેરા બીલ હજુ સુધી બન્યા નથી.

(4:03 pm IST)