Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વોર્ડ નં. ૧૦માં વિમલનગર વિસ્તારમાં વૃક્ષારોપણ

રાજકોટ : વોર્ડ નં. ૧૦માં વિમલનગર રોડ પર આવેલ સ્ટાર રેજન્સીની સામે કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બન્ને સોસાયટીના મહિલા મંડળે તેમજ સદસ્યોએ વૃક્ષો ઉછેરવાની જવાબદારી લેતા કોર્પોરેટરશ્રીએ સંપૂર્ણ સહકારની ખાત્રી આપી ટ્રી-ગાર્ડ તથા રોપાની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમમાં સ્ટાર રેજન્સીના મહિલા મંડળોની બહેનો સર્વશ્રી હિનાબેન નાકરાણી, ડિમ્પલબેન પટેલ, રાજેશ્રીબેન ગોઢાણીયા, હેતલબેન ભાલોડીયા, મિતલબેન પટેલ, ભાવનાબેન કોટેચા, સાક્ષીબેન શર્મા, દેવાંગીબેન સુર, ભારતીબેન મહેતા, યશસ્વીબેન વસાવડા, શાંતાબેન કણસાગરા, સુમીત્રાબેન લાલચેતા વગેરે બહેનોએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી વૃક્ષો ઉછેરવાની જવાબદારી લીધી હતી. તેમજ એટલાન્ટીક એપાર્ટમેન્ટ તથા સ્ટાર રેજન્સીના સર્વેશ્રી વિજયભાઇ બુધ્ધદેવ, મગનભાઇ કણસાગરા, દિનેશભાઇ પટેલ, કૌશિકભાઇ પટેલ, ધર્મેશભાઇ સુર, હરેશભાઇ સાંગાણી, દિલીપભાઇ કોટેચા, સમીર ગાથા, અતુલભાઇ પટેલ, વિશાલભાઇ વારીયા, બાબુભાઇ મોરી વગેરેએ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવાની જવાબદારી લીધી હતી. 

(4:00 pm IST)
  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • પ૩૯પ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરાયો : અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા : પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૧૧ દિનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા access_time 3:13 pm IST

  • ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી access_time 9:11 pm IST