Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વંદેમાતરમ્ સોસાયટીમાં ગણપતભાઇ જાદવના મકાનમાં રૂ.૧.૧૪ લાખની ચોરી

નવુ બાઇક લીધા બાદ વણકર યુવાન પત્ની અને બાળકો સાથે અંકેવાડીયા માતાજીના મઢે દર્શન કરવા ગયા'તા

રાજકોટ તા. ૧રઃ ભગવતીપરામાં આવેલી વંદેમાત્રમ્ ્ સોસાયટીમાં વણકર યુવાનના મકાનને નિશાન બનાવી તસ્કરો તાળાતોડી રોકડ તથા ઘરેણા મળી  રૂ.૧,૧૪,૦૦૦ની માલમતા ચોરી  જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજ ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે આવેલી વંદેમાત્રમ્ સોસાયટી શેરી નં. ૩માં રહેતા અને મેટોડામાં જ્યોતિ સીએનસી.કંપનીમાં જનરલ મેન્ટેનન્સમાં ટેકનીશ્યન તરીકે નોકરી કરતા ગણપતભાઇ નરશીભાઇ જાદવ (ઉ.૪૬) એ નવુ બાઇક લીધુ હોઇ, તેથી ગત તા.૧૦/૭ ના રોજ પોતે તથા પત્ની અને બે બાળકો સહિત પરિવારના સભ્યો પોતાનાવતન લીંબડીના અંકેડવાડીયા ગામે માતાજીના મઢે દર્શન કરવા માટે ગયા હતા.

બાદ ત્યાંથી લીંબડી સસરાના ઘરે ગયા હતા. પાછળથી કોઇ અજાણ્યા શખ્સોએ તેના બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમ દરવાજાનો નકુચો તોડી લોખંડના કબાટમાંથી રૂ.ર૮ હજારની સોનાની ત્રણ વીંટી રૂ.૩૦ હજારના છ જોડી સાંકળા, રૂ.૬ હજારનું મંગલ સૂત્ર, રૂ.પ હજારના સોનાની ગ્લેટ કરેલો ચાંદીનો હાર અને રૂ.૪પ૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧,૧૪,૦૦૦ ની માલમતા ચોરી ગયા હતા. બે દિવસ બાદ પરત આવ્યા ત્યારે દરવાજોના તાળા તુટેલા અને અંદર સામાન વેરવીખેર જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ બનાવ અંગે ગણપતભાઇ જાદવે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ સાકરીયાએ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)