Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગરીબોની રોજી છીનવતો ભાજપઃ ર૬ હોકર્સ ઝોન રદઃ ગાયત્રીબા

પુર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષે જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્નમાં ખુદ શાસકોએ સ્વીકાર્યુઃ આવકમાં ૮૭ લાખનો ઘટાડો

રાજકોટ, તા., ૧રઃ ગરીબ રેકડી ધારકો અને ફેરીયાઓને વોકર્સ ઝોન દ્વારા રોજી-રોટી આપવાની ભાજપના શાસકોની ગુલબાંગો પોકળ ઠરી હોવાનું અને ભાજપના શાસકોએ ગરીબોને રોજી-રોટી આપવાને બદલે તેઓની રોજી-રોટી છીનવી લીધાનો આક્ષેપ પુર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના પ્રદેશ મહિલા અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ કર્યો છે.

ગાયત્રીબાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓએ જનરલ બોર્ડમાં રાજકોટમાં કેટલા વોકર્સ ઝોન બંધ કરી દેવાયા છે અને તેની આવક વાર્ષિક કેટલી થઇ રહી છે? તે બાબતે પ્રશ્ન પુછયો હતો. આ પ્રશ્નના લેખીત ઉત્તરમાં ખુદ ભાજપના શાસકોએ સ્વીકાર્યુ હતું કે શહેરમાં ર૦૧૬-૧૭થી ર૦૧૮-૧૯ ુસુધીમાં જુદા-જુદા ર૬ વોકર્સ ઝોન બંધ કરી દેવાયા છે અને તેના કારણે ગરીબોની રોજી તો છીનવાઇ ગઇ છે સાથોસાથ તંત્રને ૮૭.૪૬,૩૦પ લાખનું આવકમાં ગાબડુ પડી ગયું છે.

ગાયત્રીબાએ પુછેલા પ્રશ્નના જવાબમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ જે ર૬ વોકર્સ ઝોન બંધ કરી દેવાયા છે તેની યાદી આ મુજબ છે.

સોજીત્રાનગર પાણીનો ટાંકો, દોઢસો  ફુટ રીંગ રોડ હરસિધ્ધી પાર્ક, કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામે, એસએનકે સ્કુલ પાસે,  જે.કે.ચોક, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, પાઠક સ્કુલ પાછળ, સત્ય સાંઇ મેઇન રોડ, વૃંદાવન સોસાયટી, નાનામવા મેઇન રોડ, આજી ડેમ ચોકડી, ૮૦ ફુટ રોડ ચોકડી, નવલનગર મેઇન રોડ, છોટુનગર, તોપખાના, જુની ખડપીઠ, પારેવડી ચોક, ઢેબર રોડ નાગરીક બેંક સામે, કીટીપરા, ગુંદાવાડી હોસ્પીટલ પાસે, રણછોડનગર સોસાયટી, ભાવનગર રોડ ઇસ્ટ ઝોન કચેરી સામે, પંચાયત ચોક યુનિવર્સિટી રોડ, રૈયા ચોકડી, શાસ્ત્રીમેદાન પાસે, નાનમવા ગામ, વિગેરે વોકર્સ ઝોન રદ કરાયાનું લેખેીતમાં જણાવાયું છે. જયારે હાલમાં ૯૦ જેટલા વોકર્સ ઝોન ચાલુ છે.

ગાયત્રીબાએ પુછેલા વોકર્સ ઝોનની આવકના પ્રશ્નના જવાબમાં અધિકારીએ માહીતી આપી હતી કે ર૦૧૬-૧૭માં વાર્ષિક ર,૮૬,૪૮,૬૦પ લાખની આવક થયેલ. જયારે ર૦૧૭-૧૮માં ૧,૯૪,૩૮,૬૦૦ લાખની આવક થયેલ અને છેલ્લે ર૦૧૮-૧૯ના વર્ષમાં ૧,૯૯,૦ર,૩૦૦ લાખની આવક થયેલ.  આમ ખુદ ભાજપના જ શાસકોએ જનરલ બોર્ડના પ્રશ્નના ઉતરમાં સ્વીકાર્યુ છે કે છેલ્લા બે વર્ષમાં ર૬ જેટલા વોકર્સોને રદ કરી નખાયા છે. અને તેના કારણે તંત્રની વાર્ષિક આવકમાં ૮૭,૪૬, ૩૦પ લાખનું ગાબડું પડયું છે.

(3:39 pm IST)