Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રૂ.છ લાખ ૮૦ હજારનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદઃ આરોપીને સમન્સ

રાજકોટ તા. ૧ર : રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામમાં રહેતા રાજકોટ નરશીભાઇ વેકરીયાને પોતાના અંગત ઉપયોગ માટે નાણાની જરૂરત પડતા માધવ ફાઇનાન્સના માલીક સંજય હંસરાજભાઇ ગોહીલ પાસેથી રૂ. ૪,૧૦,૦૦૦ લોન મેળવી તે રકમ તથા ચડત હપ્તાની રકમ રૂ.ર,૭૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૮૦,૦૦૦ પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા રાજેશ વેકરીયા વિરૂદ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ થતા આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમાં માધવ ફાઇનાન્સના નામે ધીરધારનો ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલ પાસેથી રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામમાં રહેતા આરોપીને પોતાના અંગત ઉપયોગ માટે નાણાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી ફાઇનાન્સ કંપનીમાંથી રૂ.૪,૧૦,૦૦૦ મેળવી પ્રોમીસરી નોટ લખી આપી ધીરધારના ફોર્મમાં સહી કરી આપી લીધેલ નાણાનું રી-પેમેન્ટ કરવા તેમજ ચડત થયેલ હપ્તાની રકમ રૂ.ર,૭૦,૦૦૦ મળી કુલ રકમ રૂ.૬,૮૦,૦૦૦ ચુકવવા ચેક ઇસ્યુ કરી આપી આપેલ ચેક રીટર્ન થશે નહી અને ચેક માંહેનું ફરીયાદી ફાઇનાન્સ કંપનીનું લેણું વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અનેતેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવ, પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણું કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણું ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂદ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી હતી.

રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના અંગત ઉપયોગ માટે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી માધવ ફાઇનાન્સના સંજય હંસરાજભાઇ ગોહીલ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:34 pm IST)
  • ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તરઃ રીઝર્વ બેંકનો રિપોર્ટ : સરકારે રાહતદરના મકાનો આપવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પણ લોકોમાં ઘર ખરીદવાની ક્ષમતા ૪ વર્ષમાં સૌથી બદત્તર સ્થિતિમાં પહોંચી છેઃ દિલ્હી, મુંબઇ સહિત ૧૩ શહેરોના સર્વે બાદ રીઝર્વ બેંકે આ મૂજબ જણાવ્યું છે. ૪ વર્ષમાં આવકના મુકાબલે મકાનની કિંમત સૌથી વધુ વધી છે access_time 11:23 am IST

  • જમ્મુ - કાશ્મીરના ક્રિષ્નાઘાટીમાં પાકિસ્તાન ભારે તોપમારો કરી રહ્યુ છે : પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્ર વિરામનો ભંગ કરીને જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પાસેના ક્રિષ્નાઘાટી સેકટરમાં ભારે તોપમારો શરૂ કર્યાના અહેવાલ છે access_time 1:13 pm IST

  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST