Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

કપીલા હનુમાનજી ચૈતન્યધામ દ્વારા વિદ્યાર્થી સન્માન

 ભીચરી નાકા બહાર આજી નદી કાંઠે આવેલ શ્રી કપીલા હનુમાનજી ચૈતન્ય ધામ દ્વારા ૬ઠ્ઠો તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારંભ તાજેતરમાં શ્રી અરવિંદભાઇ મણિયાર હોલમાં રાખવામાં આવેલ. આ સમારંભમાં પ૧પ વિદ્યાર્થીઓને ગુણના ક્રમાનુસાર શિલ્ડ તથા નોટબુક સાથે વિદ્યાભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવેલ. સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તથા સામાન્ય જ્ઞાન મળે તે અન્વયે જુદા-જુદા મહાનુભાવો દ્વારા જ્ઞાન તથા માર્ગદર્શન આપવામાં આવેલ. સંતો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરેલ.

(3:29 pm IST)