Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

ગુંદાવાડી પાસે વોકીંગમાં નીકળેલા નિલેષભાઇ જોબનપુત્રાના ગળામાંથી ૫૦ હજારના ચેઇનની ઝોટ

લોહાણા યુવાને ચિલઝડપકારનો સામનો કરતા પડી જતા હાથ ભાંગ્યો

રાજકોટ તા ૧૨  : ગુંદાવાડી મેઇન રોડ પર સાઇકલ લઇને વોકીંગ કરવા માટે નિકળેલા લોહાણા યુવાનના ગળામાં ઝોંટ મારી ચીલઝડપકાર ૫૦ હજારનો ચેઇન ઝુંટવી નાશી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પેલેસ રોડ પર વર્ધમાનનગર શેરી નં.-૨ માં રહેતા અને સોની બજારમાં કમીશન એજન્ટ તરીકે કામ કરતા નિલેષભાઇ છગનભાઇ જોબનપુત્રા  (ઉ.વ.૪૦) પરમ દિવસે વહેલી સવારે પોતાની સાઇકલ લઇને વોકીંગમાં નિકળ્યા હતા, ત્યારે ગુંદાવાડી મેઇન રોડ પર ડો. દીનેશભાઇના દવાખાનાની સામેની શેરીમાં પહોંચતા પાછળથી એક શખ્સ બાઇક પર આવી નીલેષભાઇના ગળામાં ઝોંટ મારી રૂા પ૦ હજારની કિંમતનો ચેઇન ઝુંટવી લીધો હતો  બાદ તેણે ચીલ ઝડપકારને ધકો મારતા બંને પડી જતા નિલેશભાઇનો હાથ ભાંગી ગયો હતો, બાદ પોતે હિંમત કરીને ચીલ ઝડપકારના બાઇકની ચાવી કાઢવા જતા ચીલઝડપકારે છરી કાઢતા લોહાણા યુવાને દેકારો બોલાવતા ચીલ ઝડપકાર નાસી ગયો હતો, બાદ નીલેષભાઇ જોબનપુત્રાએ ભકિતનગર  પોલીસ  મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. ડી.એ. ધાંધલીયા તથા રાઇટર પ્રવિણભાઇ સોનારાએ તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)