Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મહાનગરપાલિકાના બગીચાનો સદ્દઉપયોગ આને કહેવાય !!

રાજકોટ : શહેરમાં મહાનગરપાલિકાના તંત્રવાહકોએ સંખ્યાબંધ સ્થળે બગીચા, બાકડા અને વૃક્ષારોપણ કરતાં છાયડાઓમાં આરામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે સૌ પોતપોતાની અનુકુળતા મુજબ બાગ બગીચાનો સદ્દઉપયોગ કરી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં વિદ્યાર્થીઓ નિરાંતે વાંચન કરી રહ્યા છે. અમુક મહાશયો ગપશપ કરી રહ્યા છે ત્યારે એક વૃદ્ધ મહાશય મોંઘવારી, વરસાદની ચિંતા, આર્થિક સંકડામણ કે પારિવારીક મુશ્કેલીને કોરાણે મૂકી બાંકડા પર ઘસઘસાટ ઉંઘ ખેંચી રહ્યા છે. આને કહેવાય બગીચાનો સદ્દઉપયોગ.

 

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(1:24 pm IST)