Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જીઈબીનો કર્મચારી ૧ હજારમાં મોઢું નાખતા રંગેહાથ ઝડપાઇ ગયો

રાજકોટ : જીઈબીનો કર્મચારીને એક હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

 મહેસાણા જીઈબીમાં ફરજ બજાવતા કિરીટ સોલંકીએ એક દુકાનદાર પાસેથી વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરીયાદીને મહેસાણા ખાતે પોતાની ઈલેકટ્રીક માલસામાન ઉત્પાદનનું યુનિટ છે અને સરકારની યોજના મુજબ ઈલેકટ્રીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતુ હોય તેવા યુનિટમાં વિદ્યુત શુલ્કમાં રાહત આપવામાં આવે છે, જે હેઠળ વિદ્યુત શુલ્ક ઓછો કરવા માટેનો લાભ આપવા માટે ૧૦૦૦ ની માંગણી કરતા એ.સી.બી.માં ફરીયાદ કરતા તે આધારે એસીબીએ છટકુ ગોઠવતા આરોપીને ફરીયાદી પાસે રૂ.૧,૦૦૦ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવાયો છે.(૩૭.૬)

(1:22 pm IST)