Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બે દિકરીના બાપે ૧૧ વર્ષની બાળાને મોઢે ડૂચો દઇ દેહ પીંખ્યો

રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટનાઃ ૧૧ વર્ષની બાળા સામે આંખથી ઇશારા કર્યા, હવામાં કિસ ઉડાડી...બાળા ઢગાના પત્નિને ફરિયાદ કરવા જતાં તેણીએ 'તું જ એવી છો...' તેમ કહી ઝઘડો કર્યો...જે તે વખતે માતા-પિતાએ પણ દિકરીએ રમત-રમતમાં આક્ષેપો કર્યાનું માની લઇ ઉલ્ટાનો પોતાની દિકરીને જ ઠપકો દીધો'તોઃ એક મહિના પહેલા છેડતી શરૂ કરી અને એક રાતે બાળાના માતા-પિતા દવાખાને હોઇ તક જોઇ નવેળાની વંડી ઠેંકી રૂમમાં ઘુસી ગયોઃ બાળાના મોઢે ડૂચો દઇ બળજબરી આચરીઃ કોઇને વાત કરશે તો નાના ભાઇને પતાવી દેશે તેવી ધમકી દીધીઃ એ પછી પણ ત્રણ-ચાર વખત બળજબરી કરી લીધાની ફરિયાદઃ પિતાને ગઇકાલે મોબાઇલ ફોનના કોલને આધારે શંકા જતાં ૧૮૧ની મદદ લેતાં બાળાએ સમગ્ર ઘટના વર્ણવતાં ગુનો દાખલ કરાયો : બાળા જેને સાગરમાસા કહેતી એ સાગર ઉર્ફ પારસ હરસુખભાઇ કોળીએ હવસખોરીની હદ વટાવી દીધીઃ પોલીસે સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૨: શહેરમાં બાળકીને ફસાવી-ધમકાવી બળાત્કાર ગુજારવાની વધુ એક ઘટના સામે આવી છે. પોલીસે આ બનાવમાં પરિણીત ઢગા અને બે દિકરીના પિતા એવા કોળી શખ્સ સામે બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો છે. એકાદ મહિના પહેલા આ હવસખોરે નવેળાની વંડી ઠેંકી બાળાના ઘરમાં ઘુસી જઇ મોઢે મુંગો દઇ બળાત્કાર ગુજારી લીધા બાદ ફરીથી ત્રણેક વખત આ રીતે ઘરમાં ઘુસી  દૂષ્કર્મ આચરી લીધાનું અને કોઇને વાત કરી તો તેના નાના ભાઇને ઉપાડી જઇ  મારીને ફેંકી દેવાની ધમકી આપ્યાનું ખુલ્યું છે. પ્રારંભે તેણે બાળા સામે આંખથી ઇશારા કરી, ફલાઇંગ કિસ કરી છેડતી કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ એક રાતે બાળાના માતા-પિતા બંને દવાખાને હતાં ત્યારે તક જોઇ ઘરમાં ઘુસી ગયો હતો અને દૂષ્કર્મ આચર્યુ હતું. આ રીતે ચારેક વખત  બળજબરી આચરી હોવાનું સામે આવ્યું છે. 

બનાવ અંગે ભોગ બનનાર બાળાના માતાએ એફઆઇઆર નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મેં બીજા લગ્ન કર્યા છે અને જેની સાથે લગ્ન કર્યા છે એ યુવાનનું પણ બીજુ ઘર છે. તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં એક ૧૧ વર્ષની અને બીજી ૯ વર્ષની છે.  દિકરો ૫ વર્ષનો છે. ૧૧ વર્ષની દિકરી અગાઉ બહારગામ ભણતી હતી. વેકેશનમાં તે રાજકોટ અમારી પાસે આવ્યા પછી ફરીથી ત્યાં મોકલી નથી.  પારસ ઉર્ફ સાગર હરસુખભાઇ કોળી તેના પત્નિ-પરિવાર સાથે રહે છે. ગુરૂવારે સવારે મારા પતિ રાતપાળી કરીને ઘરે આવ્યા ત્યારે હું અને દિકરી સુતા હતાં. અમને બંનેને તેણે જગાડ્યા હતાં અને દિકરીને લાફા માર્યા હતાં. મેં શું થયું? તેમ પુછતાં પતિએ મને વાત કરી હતી કે મેં સવારે આવીને મોબાઇલ ફોન જોતાં પારસ ઉર્ફ સાગર કોળીનો ફોન આવ્યાનું જણાયું છે. મને શંકા જતાં રેકોર્ડિંગ ચેક કરતાં તેમાં સાગર આપણી ૧૧ વર્ષની દિકરી  સાથે પ્રેમભરી વાતો કરતો સંભળાય છે.

મારા પતિએ આવી વાત કરતાં મેં પણ મોબાઇલનું રેકોર્ડિંગ સાંભળ્યું હતું અને દિકરીને આ બધુ શું છે? તે પુછતાં તેણીએ રડતાં-રડતાં કહ્યું હતું કે...'હું એકાદ મહિના પહેલા ઘરે એકલી હતી ત્યારે સાગરમાસાએ મારી સામે ઇશારા કરી આંખ મારી હવામાં કિસ ઉડાડી મને મોકલતાં હતાં. પરંતુ મેં ધ્યાન આપ્યું નહોતું. એ પછી સાગરમાસા રોજ મારી સામે ઇશારા કરી આંખ મારતા હતાં. જેથી મેં તેમના પત્નિ છાંયામાસીને સાગરમાસા આંખ મારતા હોવાની વાત કરતાં છાયામાસીએ તેને ખીજાવાને બદલે મને ખીજાયા હતાં અને કહ્યું હતું કે તું જ એવી છો!'

ફરિયાદીએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે દિકરીએ વાત કરતાં મને પણ યાદ આવ્યું હતું કે છાંયાબેને મારી સાથે પણ એક મહિના પહેલા ઝઘડો કરી કહ્યું હતું કે-તમારી દિકરીને સમજાવી લ્યો, મારા પતિ તેની સામે ઇશારા કરતાં હોવાનું ખોટુ નામ લ્યે છે. તે વખતે અમે દિકરીને પુછ્યું હતું પણ તે ગભરાઇ ગઇ હોવાથી અમને કંઇ વાત કરી નહોતી. જેથી અમને થયું હતું કે દિકરી હજુ નાની છે, તેને કંઇ ખબર ન પડે એટલે રમત-રમતમાં આવી વાત કરતી હશે. તેમ સમજી અમે પારસ ઉર્ફ સાગર કોળીને કંઇ કહ્યું નહોતું અને એકતાને જ સાગર વિશે આવું કેમ બોલે છે? કહી ખીજાયા હતાં. પણ હવે અમને પારસ ઉર્ફ સાગર અમારી દિકરીને ખરાબ ઇશારા કરતો હોવાની ખબર પડતાં તેના ઘરે ગયા હતાં. પરંતુ તે હાજર નહોતો. તેના પત્નિએ તેને ફોન કરી બોલાવતાં તે આવ્યો નહોતો. જેથી અમે પડોશી વિક્રમસિંહ જાડેજાને વાત કરતાં તેમણે ૧૮૧ બોલાવતાં અમને બધાને મહિલા પોલીસ મથકમાં લઇ જવાયા હતાં.

અહિ અમારી દિકરીને પુછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે એક મહિનાથી સાગરમાસા મારી સામે ખરાબ ઇશારા કરી પરાણે વાત કરવા દબાણ કરતાં હતાં અને તેના મોબાઇલ નંબર આપ્યા હતાં. હું તેની સાથે વાત ન કરું તો તે મારા ભાઇને ઉપાડી જઇ મારીને ફેંકી દેવાની ધમકી આપતાં હતાં. મને બીજા કોઇ સાથે વાત કરાવની પણ ના પાડતાં હતાં. એક મનિા પહેલા મમ્મી દવાખાને ગયા હતાં અને પપ્પા પણે ત્યાં દેખરેખમાં હતાં ત્યારે સાગરમાસા નવેળાની વંડી ઠેંકી અંદર આવી ગયા હતાં. હું ત્યારે શેટી ઉપર સુતી હતી. દાદા આગળના રૂમમાં હતાં.

હું સુતી હતી ત્યારે તેણે આવીને બથ ભરી લીધી હતી અને કિસ કરીને ઉઠાડી દીધી હતી. હું કંઇ બોલવા જાવ એ પહેલા મોઢે હાથ રાખી ડૂચો દઇ દીધો હતો અને ઇશારો કરી કંઇ બોલવાની ના પાડી હતી. એ પછી મને નિર્વસ્ત્ર કરી ખરાબ કામ કર્યુ હતું અને કોઇને કહીશ તો તારા ભાઇને ઉપાડીને મારી નાંખીશ તેવી ધમકી આપતાં મેં કોઇને વાત કરી નહોતી.

એ પછી પણ ત્રણેક વખત રાત્રીના સમયે પપ્તા રાતપાળીએ ગયા હોઇ ત્યારે સાગરમાસા નવેળાની વંડે ઠેંકીને આવેલ અને ભાઇને મારી નાંખવાની ધમકી આપી ખરાબ કામ કર્યુ હતું. આજથી પાંચ-છ દિવસ પહેલા પણ તેણે આવુ કામ કર્યુ હતું. હું ડરી ગઇ હોવાથી માતા-પિતાને કે કોઇને જાણ કરી નહોતી.

મહિલા પી.આઇ. એસ.આર. પટેલની રાહબરીમાં પીએસઆઇ એન. બી. ડોડીયા અને ટીમે આઇપીસી૩૭૬ (૨) (આઇ) (એન), ૩૫૪ (એ), ૪૪૭, ૫૦૬ (૨) તથા પોકસો હેઠળ ગુનો નોંધી હવસખોર પરિણીત ઢગા સાગર ઉર્ફ પારસ હરસુખભાઇ ચનીયારા (કોળી) (ઉ.૨૩)ને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. તે બે દિકરીનો પિતા છે.

(11:43 am IST)
  • અક્ષય સૌથી વધારે કમાણીકરનાર બોલિવુડ સ્ટાર છે : દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા : સ્ટારોની યાદી જારી કરાઇ : ભારતથી માત્ર અક્ષરકુમાર સલમાન, આમીર, શાહરૂખ પાછળ રહી ગયા access_time 3:59 pm IST

  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • જસ્ટીસ અકિલ કુરેશી સંદર્ભનો કેસ ૧૫ જુલાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાંભળશે : જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવા અંગેની ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનની અરજીની સુનાવણી ૧૫ જુલાઈએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે access_time 1:12 pm IST