Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જીતુભાઈ મથુરદાસ ચતવાણીનું દુઃખદ અવસાન : આજે સાંજે ૫ થી ૬ પ્રાર્થનાસભા : ઘેરા શોકની લાગણી

રાજકોટ, તા. ૧૨ : પૂજય ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજના અત્યંત કૃપાપાત્ર અનુયાયી, પૂજય ગુરૂદેવના ન્યારા આશ્રમના ટ્રસ્ટી શ્રી અને નામાંકિત બિલ્ડર શ્રી જીતુભાઈ મથુરદાસ ચતવાણી તે શ્રીમતી બિન્દુબેનના પતિદેવ, તે રાજકોટના જાણીતા એસ્ટેટ વેલ્યુઅર શ્રી હેનિત ચતવાણી તથા વડોદરા નિવાસી શ્રીમતી નૂપુર હેમલભાઈ ઠક્કરના પિતાશ્રી, તે ડો.મિરાલી હેનિત ચતવાણીના સસરા, તે શ્રી રમેશભાઈ, શ્રી દિપકભાઈ, શ્રી અતુલભાઈ, શ્રી કેતનભાઈ અને સ્વ.પરાગભાઈ તથા સ્વ.ચંદ્રિકાબેન રમેશભાઈ રવેશીયા, ધનલક્ષ્મીબેન અરવિંદભાઈ શિંગાળા અને ડોલીબેન વામનભાઈ ઠક્કરના ભાઈ, તે શ્રી કમલેશભાઈ (કમલભાઈ) નટુભાઈ વિઠલાણી, વડોદરાના બનેવીશ્રી, તે ડો.નટુભાઈ વિઠલાણી અને સ્વ.મધુબેન વિઠલાણીના જમાઈ, તે વડોદરા નિવાસી રીટાયર્ડ એકિઝ.મેજી. શ્રી કિર્તીકુમાર ઠક્કર અને રાજકોટ નિવાસી જાણીતા રઘુવંશી અગ્રણી - નવરંગ ગ્રુપના શ્રી હિતેશભાઈ ચગ અને શ્રી પરેશભાઈ ચગના વેવાઈનું ગઈકાલે તા.૧૧ જુલાઈ ૨૦૧૯ના દુઃખદ અવસાન થયું છે.

સ્વ. જીતુભાઈ ચતવાણીની પ્રાર્થનાસભા આજરોજ તા.૧૨-૭-૨૦૧૯ના શુક્રવારના સાંજે ૫ થી ૬ વચ્ચે રાજકોટના જાગનાથ મંદિર, ડો.યાજ્ઞિક રોડ ખાતે બહેનો અને ભાઈઓ માટે રાખેલ છે. શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા શાંતિધૂન બોલાવાશે.

શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ વસાણીએ સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પતા જણાવેલ કે જીતુભાઈ અને તેમના સમગ્ર પરિવારે પૂ.રણછોડદાસજીબાપુ આશ્રમમાં તન-મન-ધનથી અવિરત સેવા આપી હતી.

ગઈકાલે તેમના નિવાસસ્થાન ત્રિલોક, ૨૨ ન્યુ જાગનાથ, રાજકોટથી સ્મશાનયાત્રા નિકળેલ ત્યારે અનેકની આંખો અશ્રુથી છલકાઈ ઉઠેલ.

જાણીતા ધારાશાસ્ત્રી અને જીતુભાઈના પરમમિત્ર શ્રી લલીતભાઈ શાહી, ધારાશાસ્ત્રી શ્રી ચંદ્રકાંતભાઈ દક્ષિણી, શ્રી પ્રવિણભાઈ વસાણી, 'અકિલા' પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રા, મીનાબેન હરીશભાઈ ચગ, અજીતભાઈ ગણાત્રા, રાજુભાઈ પોબારૂ, નિતીનભાઈ રાયચુરા સહિત મોટી સંખ્યામાં કુટુંબીજનો, મિત્રો - સ્નેહીઓ, ગુરૂભકતો, અગ્રણીઓ, સ્મશાનયાત્રામાં જોડાયા હતા.

અકિલા પરિવારે પરિવારજનસમા પરમ મિત્ર - વેવાઈ સ્વ.જીતુભાઈ ચતવાણીને શ્રદ્ધાંજલી અર્પણ કરી ૨ મિનિટનું મૌન પાળ્યુ હતું અને પૂ.ગુરૂદેવને પ્રાર્થના કરી હતી કે બિન્દુબેન, નૂપુરબેન, જીનિત, ડો.મિરાલી અને ચતવાણી પરિવાર ઉપર આવી પડેલ આ અણધાર્યો આઘાત સહન કરવાની શકિત આપે. ઓમ શાંતિ... ઓમ શાંતિ... ઓમ શાંતિ... (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) શ્રી હેનિત જિતુભાઈ ચતવાણી (મો.૮૭૩૪૦ ૪૪૪૪૪)

(11:42 am IST)
  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • હવે કર્ણાટક ભાજપમાં પણ કકળાટ : કર્ણાટકમાં રાજકીય સંકટના પગલે કોંગ્રેસમાં કકળાટ સર્જાયાના પગલે હવે ભાજપમાં પણ ધમાસાણ મચ્યું છે. જેડીએસ બળવાખોરને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદબહાર આવી રહ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર પ્રવર્તિ રહ્યાનું પણ કહેવાય છે. access_time 1:14 pm IST

  • જેડીએસનો આરોપ :સ્પીકર ઓફિસ પાસે હંગામો કરવા માટે ધારાસભ્યોને ઉશ્કેરે છે ભાજપના નેતા : જેડીએસના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક વિડિઓ જાહેર કર્યો :જેમાં એવો આક્ષેપ કરાયો કે ભાજપના નેતા સ્પીકરની ઓફિસ પાસે હંગામો કરવા ધારાસભ્યોને ભડકાવે છે access_time 1:07 am IST