Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પ્રમુખ અલ્પાબેન ખાટરિયા પંચાયત કચેરીમાં ફરી વળ્યા : ફટાફટ સૂચના

રાજકોટ, તા. ૧ર : આજ રોજ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન ખાટરિયાએ જીલ્લા પંચાયત કચેરીના વિવિધ ભાગોની મુલાકાત લઇ જીલ્લા પંચાયતના મુખ્ય બિલ્ડીંગના પ્રવેશ દ્વારે કલરકામ કરવા, રીનોવેશનની કામગીરી થઇ રહી છે તે બાંધકામ, સિંચાઇ વિભાગોમાં જરૂરી કાર્યવાહી તાકીદે અને ગુણવત્તા સભર થાય તેવી કોન્ટ્રાકટરને અને કાર્યપાલક ઇજનેરને સ્થળ ઉપર સુચના આપેલ. આ કામગીરી દરમ્યાન જીવજંતુ, મચ્છરોનો ઉદ્ભવ ન થાય તે માટે આરોગ્ય શાખાના અધિકારીઓને જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને પગલા ભરવા સુચના આપેલ હતી.

ઉપરાંત જીલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં તૈયાર થઇ રહેલ ડો. બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુના પ્લેટફોર્મના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સુચનાઓ આપેલ. આ નિરીક્ષણની કામગીરીમાં કારોબારી-ચેરમેનશ્રી અર્જનભાઇ, ઉપપ્રમુખ સુભાષભાઇ માંકડીયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઇ લુણાગરીયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઇ મકવાણા, સદસ્ય બાલુભાઇ વિઝુંડા તથા અન્ય પદાધિકારીશ્રીઓ જોડાયા હતા. પ્રમુખની મુલાકાતથી કોન્ટ્રાકટર અને બાંધકામના કર્મચારી, અધિકારીઓમાં કામની ગતિ વધી ગઇ હતી.

(4:34 pm IST)