Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ચેક રિટર્નના કેસોમાં કુમાર ઓટોના ભાગીદારોનો નિર્દોષ છૂટકારો ફરમાવતી ફોર્ટ

રાજકોટ, તા.૧૨: ચેક રીટર્ન કેસમાં કુમાર ઓટોના ચાર ભાગીદારોનો ચાર કેસમાં નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.આ કેસની વિગતે આશિક ઉમરભાઇ જુણેજાએ કુમાર ઓટો કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તથા ભાગીદાર નં.(૧) રાધાબેન અશોભાઇ ધોકીયા, (ર) રસીકભાઇ જેશાભાઇ ધોકીયા, (૩) હસમુખભાઇ જેશાભાઇ ધોકીયા, (૪) અશોકભાઇ જેશાભાઇ ધોકીયા સાથે ભંગારની ખરીદ વેચાણ અન્વયે ફરીયાદી આશીક જુણેજાનું લેણુ હોય જેના બદલે કુમાર ઓટો કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ સમજુતી કરારથી ભાગીદારી પેઢીના ચેક આપેલ જે ચેક બેન્કમાં રજુ થતા વર્ણવસુલાતો પરત ફરતા આશિક જુણેજા દ્વારા કોર્ટમાં સને-૨૦૧૦ માં અલગ અલગ ચાર ફરીયાદ કરેલ.

કુમાર ઓટોના ભાગીદારો વતી એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા દ્વારા કુમાર ઓટોના ભાગીદારો વતી કહેવાતા વ્યવહાર ફરીયાદી સાથે નહી થયેલ હોવા અંગે તથા કમીશન એજન્ટ તરીકે માત્ર કમીશન મેળવવા હકકદાર હોવાની તથા ફરીયાદી દ્વારા નેગો.ઇન્સ્સટુ. એકટની કલમ-૧૩૮ ની મેન્ડેટરી જોગવાઇઓનો ભંગ કરી કાયદેસર લેણા નહી હોવા છતા માત્ર ચેકનો ઉપયોગ કરેલ હોવાનું જણાવી કુમાર ઓટોના ભાગીદારો જવાબદાર નહી હોવાની રજુઆત કરેલ જેથી રાજકોટના એડી.ચીફ જયુ.મેજી.શ્રી એન. એચ. વસવેલયા દ્વારા રજુઆતોને તથા બચાવને ગ્રાહય રાખી કુમાર ઓટોના તમામ ભાગીદારોને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

કુમાર ઓટોના ભાગીદારો વતી ગોંડલીયા એસોસીએટસના એડવોકેટ શ્રી જયેન્દ્ર એચ. ગોંડલીયા, મોનિષ જોષી, હિરેન ડી. લિંબડ રાજેશ ડાંગર, કુલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રગીરી ગોસ્વામી વિગેરે રોકાયેલા હતા. (૨૩.૧૧)

(4:26 pm IST)