Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પધારો પધારો મેઘરાજા વહેલા પધારો... રાજકોટમાં વરૂણદેવને રીઝવવા યજ્ઞ પ્રારંભ

રાજકોટ : ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થયાને ઘણા દિવસો વિતવા છતા મેઘરાજા રાજકોટ પંથકમાં મનમુકીને વરસ્યા નથી. ત્યારે વરૂણ દેવને રીઝવવા શાસ્ત્રી મેદાન ખાતે આઠ દિવસીય યજ્ઞનું વિશ્વ કલ્યાણની ભાવનાથી આયોજન થયુ છે. જેનો આજે સવારે પ્રારંભ કરાવાયા હતો. આર્યસમાજી અમૃતલાલ પરમારે જણાવ્યા મુજબ તા. ૧૨ થી ૧૯ સુધી આયોજીત આ યજ્ઞના વૈદીક મંત્રો અને તેમા હોમાતા સુગંધી દ્રવ્યોથી સમગ્ર વાતાવરણ મઘમઘી ઉઠશે. આશરે ૬ ફુટ લાંબા, ૬ ફુટ પહોળા અને ૬ ફુટ ઉંડો યજ્ઞ કુંડ તૈયાર કરાશે. જેમાં ગાયનું શુધ્ધ ઘી આશરે ૧૩૦ કિલો, તેમજ ધુપ સામત્રી આશરે ૪૦૦ કિલો તેમજ સમીધ (લાકડુ), આંબો, પીપળો, ખાખરો, ઉમરો, બીલી, કેયડો વગેર ૬ ટન સામગ્રી હોમાશે. યજ્ઞના આચાર્યપદે મધ્યપ્રદેશના શ્રી  કેશવરામ આર્ય, શ્રી કાંશીરામ આર્ય તથા શ્રી રાધેશ્યામજી આર્ય બીરાજી હોમ વિધ કરાવી રહ્યા છે. યજ્ઞ દર્શનનો સમય દરરોજ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૭ નો રહેશ. તા. ૧૯ ના ગુરૂવારે સવારે ૧૦.૩૦ વાગ્યે પૂર્ણાહુતી થશે. આપણા પ્રાચીન વેદમાં વૃષ્ટિ વિજ્ઞાન આલેખવામાં આવ્યુુ છે. તેના આધારે વાયુની ઉર્ધ્વ ગતિ માટે યોજાયેલ યજ્ઞ કાર્યના દર્શમાં નગરજનોએ મોટી સંખ્યામાં સામેલ થવા આર્યસમાજી અમૃતલાલ પરમાર (મો.૯૨૨૭૬ ૦૦૨૭૦) એ જાહેર અનુરોધ કરેલ છે. આજે સવારે આ યજ્ઞના પ્રારંભ સમયની વિવિત તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

(4:25 pm IST)