Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રાજકોટ જિલ્લાના દરેક ટી.ડી.ઓ.ને ટ્વીટર પર સક્રીય રહેવા આદેશ

સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રશ્નોના ઉકેલ માટે ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાના શ્રીગણેશ

રાજકોટ તા.૧૨: જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા ટ્વીટર પર સક્રીય થયા છે. તેમણે ટ્વીટરના માધ્યમથી લોકપ્રશ્નોની  જાણકારી મેળવી ઉકેલ લાવવાની દિશામાં કદમ માંડ્યા છે. એક અરજદારે ગોંડલ પાસેના દેરડી ગામમાં સફાઇની સમસ્યા હોવાનું ટ્વીટર પર ધ્યાન દોરતા તેમણે ઘટતી કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી હતી.   

તેમણે દરેક તાલુકા વિકાસ અધિકારીને ટ્વીટર પર સક્રીય રહી લોકપ્રશ્નોથી વાકેફ રહેવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે ટ્વીટર સિસ્ટમ માટે જરૂરી પડે તો ટી.ડી.ઓ. તાલુકાના નિષ્ણાંત કર્મચારીની મદદ લઇ શકશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વહીવટી તંત્રને વધુ લોકાભિમુખ બનાવવાનો ડી.ડી.ઓ. શ્રી રાણાવાસિયાનો પ્રયાસ આવકાર્ય બન્યો છે.(૭.૨૩)  

(4:21 pm IST)