Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

છેતરપીંડીના ગુન્હામાં ૧૭ વર્ષથી વોન્ટેડ ભાઇલાલ સોઢાને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો

શાપર-વેરાવળના પટેલ વેપારીને એકના ડબલની લાલચ આપી ૧ લાખ ચાંઉ કરી ગયો' તોઃ જંબુસરથી દબોચી લેવાયો

રાજકોટ તા. ૧ર : એકના ડબલ કરવાની લાલચ આપી શાપર -વેરાવળના વેપારી સાથે ૧ લાખની છેતરપીંડી કરવાના ગુન્હામાં ૧૭ વર્ષથી વોન્ટેડ ચીટરને રૂરલ એસ.ઓ.જી.ની ટીમે દબોચી લીધો હતો.

રાજકોટ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ અધિક્ષક અંતરીપ સુદની સુચના અનુસંધાને એસ. ઓ. જી.ના પોલીસ ઇન્સ્પેકટર જે. એસ.પંડયાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. યુ.એસ.વસાવા તથા પો.ઇ. એ. એ.ખોખર, એચ.સી. અતુલભાઇ ડાભી તથા પી.સી. સાહીલભાઇ ખોખરનાઓ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ. ઇન્સ. એ.એ.ખોખરને મળેલ ચોકકસ હકીકત આધારે સરદાર ચોકમાંથી કોટડાસાંગાણી પો.સ્ટે.ગુ.ર.નં.૧૩ર/ર૦૦૧ આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ ના કામના ફરીયાદી જીતુભાઇ ઉર્ફે જીતેન્દ્રભાઇ તુલશીભાઇ ટીલાળા જાતે પટેલ ધંધો વેપાર રે.શાપર (વેરાવળ) પ્રાથમીક શાળાની સામે તા.કોટડા સાંગાણી વાળાને એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી ફરીયાદીના રોકડ કિ. રૂ.૧,૦૦,૦૦૦ પડાવી લઇ ફરી સાથે છેતરપીંડી કરી છેલ્લા ૧૭ વર્ષથી નાસતો ફરતો આરોપી ભાઇલાલ મગનભાઇ સોઢા-ઠાકોર ઉ.૪૪ રહે. ગજેરા  તા.જંબુસર જી. ભરૂચ વાળો મળી આવતા સી. આર. પી. સી.કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે કોટડાસાંગાણી પો.સ્ટે.સોંપી આપેલ છે.(૬.૨૨)

(4:20 pm IST)