Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જેસીઆઇ યુવા દ્વારા 'બેબી લેન્ડ હેલ્ધી બેબી' કોમ્પીટીશન

૫ ઓગષ્ટના સ્ટર્લીંગ હોસ્પિટલમાં આયોજન : ફોર્મ વિતરણ શરૂ : વિજેતાઓને સત્કારવા ૮ ઓગષ્ટે ગ્રાન્ડ એવોર્ડ સેરેમની

રાજકોટ તા. ૧૨ : બાળકો, યુવાનોને પ્રોત્સાહીત કરતા જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલની યુવા પાંખ દ્વારા સતત નવમાં વર્ષે 'બેબી લેન્ડ હેલ્ધી બેબી' કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે.

યુવા પાંખના આગેવાનોએ આ અંગે વિગતો વર્ણવતા જણાવેલ કે આગામી તા. ૫ ઓગષ્ટના સવારે ૯ થી સાંજે ૬ સુધી સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગરોડ, ગાંધીગ્રામ સામે આ હેલ્ધી બેબી કોમ્પીટીશન યોજાશે. જયારે વિજેતાઓને સન્માનીત કરવા બીજા રાઉન્ડમાં ૮ ઓગષ્ટના બુધવારે બપોરે ર.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે 'ગ્રાન્ડ સેરેમની' યોજાશે.

સ્પર્ધામાં એક વર્ષથી છ વર્ષ સુધીના બાળકો સ્માઇલી બેબી, હેલ્ધી હેર બેબી, હેલ્ધી બેબી, બ્યુટીફુલ આઇઝ બેબી, ફેન્સી બેબી, કયુટ બેબી એમ અલગ અલગ ૬ કેટેગરીમાં ભાગ લઇ શકશે. કેટેગરીવાઇઝ બે બે જજ બેસાડવામાં આવશે.

ભાગ લેનાર તમામને એક કીટ અપાશે. જેમાં મેડલ, સર્ટીફીકેટ, કિડસ સીલ્વર પ્લેટેડ બુફે સેટ, કેડબરી, સ્નેકસ, ૬*૮ મોડેલીંગ ફોટો, વાઉચર અને મેમી પોકો હશે. આમ ભાગ લેનાર દરેકને રૂ.૪૦૦ થી વધારે રકમની સ્પેશ્યલ રીર્ટી ગીફટ આપી પ્રોત્સાહીત કરાશે.

સ્પર્ધાના ફોર્મ મેળવવા (૧) સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ, (ર) શાંતિલાલ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ સોસાયટી-ર, યુનિ.રોડ, ફોન ૦૨૮૧-૨૫૮૩૦૦૩, (૩) શીતલ સ્પોર્ટસ, ૧૦૪, બીઝનેશ ટર્મીનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, ડો. યાજ્ઞીક રોડ, (૪) નીલ ડીજીટલ કલર લેબ, ૮૦ ફુટ રોડ, મેઘાણી રંભગવન સામે, ભકિતનગર સર્કલ, (૫) કિડઝી પ્લે હાઉસ, પંચાયત ચોક, કોટક બેંક પાછળ, યુનિ. રોડ, (૬) કિડીઝી પ્લે હાઉસ, ગુરૂકુળ સામે, ઢેબર રોડ, (૭) બેબી લેન્ડ, ૪ કડીયા નવલાઇન કોર્નર, ઘી-કાંટા રોડ, (૮) શ્રીજી એન્ટરપ્રાઇઝ, બી-૩૦૩, પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

ભરેલા ફોર્મ પરત કરવા (૧) બેબીલેન્ડ, દ્વારકેશ, પંચવટી સોસાયટી મેઇન રોડ, પંચવટી સોસયાટી હોલ સામે, (ર) બેબી લેન્ડ, ૪-કડીયા નવગલાઇન, ઘી કાંટા રોડ (મો.૯૪૦૯૦ ૧૮૨૬૭) (૩) બેબી લેન્ડ, બિઝનેસ ટર્મીનલ, શોપ નં.૩, નાના મવા મેઇન રોડ, શાસ્ત્રીનગર સામે, (મો.૯૪૨૯૩ ૩૭૩૧૧) ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર આયોજન માટે જેસીઆઇ યુવાના પ્રેસીડેન્ટ મિતેષ પટેલ, સેક્રેટરી પલક ચંદારાણા, આઇ.પી.પી. ગીરીશ ચંદારાણા, ફાઉન્ડર પ્રેસીડન્ટ અશ્વિન ચંદારાણા, ટ્રેઝરર મનિષ પલાણ, વાઇસ પ્રેસીડેન્ટ વિશાલ પંચાસરા, પથીક મોદી, કેવલ પટેલ, ભાર્ગવ ઉડનકટ, સંદીપ દફતરી, કરન છાંટબાર, ચેરપર્સન ક્રિષ્ના માંડવીયા,  જેસીરેટ રચના રૂપારેલ, સીલુ ચંદારાણા, પાયલ મોદી, અલ્પા દફતરી, હેતલ દોશી, ઉમા રાડીયા, સોનલ ગગલાણી, પ્રેસીડેન્ટ જેસી મયુર ચૌહાણ, પ્રતિક દોશી, જિજ્ઞેશ શાહ, ખ્યાતી પાડીયા, સ્વાતિ રાજયગુરૂ, યજ્ઞેશ રાજયગુરૂ, હરીશ ચંદારાણા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(4:18 pm IST)
  • વરસાદથી માનવ મૃત્યુઆંક ૧૯ ઉપર પહોંચ્યો : ૮૪ પશુઓના મોત : રાજય સરકારે આંકડા જાહેર કર્યા access_time 6:34 pm IST

  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • જૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST