Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આપણે એક અંધશ્રદ્ધામાં રહેનારી પ્રજા છીએ!

અત્યાર સુધી તમે માત્ર સિક્કાની એક બાજુ જોઈ હવે બીજી બાજુ પણ જુઓ અને નક્કી કરો કે તમે આ સ્થાને હો તો તમે શું કરો?

અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ કાલાવડ રોડમાં રહીયે છીએ. હાઉસિંગ બોર્ડમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓનો ગાર્ડન પ્લોટ હાલમાં ગેરકાયદેસર રીતે કબૂતર પ્રેમીઓ એ ચબૂતરામાં ફેરવાની બળજબરી કરી છે. આ પ્લોટ બગીચા કે બાળકોને રમવા માટેનો છે જયાં ધીમે ધીમે દબાણ કરી અને ચબૂતરો બનાવી દેવામાં આવ્યો છે. રાજકોટમાં અન્ય જગ્યાએથી આવતા લોકો રોજ ૨૦૦ કિલો થી વધુ ચણ નાખે છે. જરૂરથી વધુ માત્ર માં ચણ નાખવામાં આવે છે જે સડે છે અને તેની દુર્ગંધ અસહનીય છે. એટલું જ નહીં અનાજનો બગાડ પણ થાય છે ઉપરાંત તેનાથી ઉંદર, બિલાડા અને કુતરાનો ત્રાસ વધી ગયો છે. આ સોસાયટીના રહીશોની સવાર ઘર સામે પડેલા મરેલા ઉંદર અને કબૂતરના ક્ષત-વિક્ષત થયેલા મૃતદેહો જોઈને પડે છે .કુતરા બિલાડા એ ખાઈ અને અધૂરા છોડી દીધેલા મૃતદેહ કોઈ જીવ દયા પ્રેમીને ભાગે જોવા આવતા નથી, પણ અમારે ભાગે આવે છે.

જયારે રહેવાસીઓ એ આ પ્લોટ માં થતા ગેરકાયદેસર ચાલતા ચબુતરો દૂર કરવા ની વિનંતી કરી અને સરકારી તંત્રે અમારી મદદ કરી ત્યારે ઉલ્ટા ચોર કોટવાળને દંડે તેમ ૧૦૦ થી વધુ વ્યકિતઓ ટોળું જમા થઇ ને ધમકી આપવા માંડીયું કે અમે કેવી રીતે જીવ દયા નો વિરોધ કરી શકીયે!!!

(અમે આ પ્લોટના ઓનર્સ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ માનવાધિકાર કે જીવ દયાને પાત્ર નથી ?!!)

આ કઈ જાત ની જીવ દયા??

તે ઉપરાંત ઉંદરથી થતા પ્લેગ જેવી અન્ય જીવલેણ બીમારી ફેલાય છે. અને કબૂતરના ચરક અને પીંછામાં રહેલા જીવાણુંથી ફેલાતા બર્ડ ફલૂ જેવી જીવલેણ બીમારી રોગચાળો રાજકોટ માં પ્રસરી રહે તેમ છે.! કબૂતરોની ચરકમા અનેક હાનિકારક વાઈરસ અને બેકટેરીયા તથા ફંગસ જોવા મળે છે. જે અનેક પ્રકારના શ્વાસના તથા ચામડીના રોગો ફેલાવે છે. જરા સમજદારીથી વિચારીને ચણ નાખજો. આપણે જ આપણા સ્વાસ્થ્યના જવાબદાર છીએ!

જયારે ચારે તરફ સ્વચ્છતા અભિયાન દ્વારા સમગ્ર શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્નો થાય છે ત્યારે અમારી સોસાયટીમાં પરાણે ગંદકી કરી અને અમને ફરજિયાત ગંદકીમાં રાખવાનો અધિકાર જીવ દયા પ્રેમીઓને કોણે આપ્યો? ધર્મ કે જીવ દયાના નામે પણ આ પ્રકારના કૃત્યો યોગ્ય છે?

અમે રહેવાસીઓ આ ચબૂતરાના ત્રાસ થી ખુબજ ત્રાસી ગયા છીએ.આવા આવારા તત્વોની બળજબરી કે ધમકી કે હાથચાલાકી ની સામે અમે આમ નાગરિકો ખુબ નાના પડીએ છીએ. કેમકે અમે જીવ દયા પ્રેમી છીએને એટલે જે ચણ નાખવા આવે છે તેને હાથ જોડીને નમ્ર વિનંતી કરીયે છીએ. જો તમે કે તમારા કોઈ સગા સંબંધી ગુજરાત હાઉસિંગ બોર્ડના આ પ્લોટમાં ચણ નાખવા આવતા હો તો મહેરબાની કરી અમારી મુશ્કેલીને ધ્યાન રાખી અને દયા રાખી આપની ચણ નાખવાની પ્રવૃત્ત્િ। સરકાર માન્ય જગ્યા હોય ત્યાં કરો.

અમે રહેવાસીઓ આવા આવારા તત્વોથી અને આવા જાનલેવા બીમારી ફેલાવે એવી જીવ દયાના નામે ખુબ વધુ માત્રમાં થતી ચણ નાખવાની પ્રવૃત્ત્િ।થી માનસિક અને શારીરિક રીતે પીડાઈએ છીએ.

( મહેરબાની કરી મદદ કરજો આ મેસેજ આગળ ફોરવર્ડ કરવા વિનંતી. જેથી કરી જે લોકો અહીં ચણ નાખવા આવે છે તેમને પહોંચે)

- લી. ગુજરાત હાઉસિંગ બોર્ડ કાલાવડ રોડ માં રહેતા રહેવાસી.(૩૭.૧૧)

(રાજકોટમાં સર્જાયેલ વિવાદ અંગે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલ અહેવાલ.)

 

(4:17 pm IST)