News of Thursday, 12th July 2018

ન્યુ રાજકોટ- સામાકાંઠાના વિસ્તારમાંથી ૧૨ કીલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

 રાજકોટઃ ''સ્વચ્છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી કમિશ્ર્નરશ્રી દ્વારા કોઇ૫ણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. પાન માવા પ્લાસ્ટીક વા૫રવા સામે પ્રતિબંધ હોવા છતા આજ રોજ પાન માવા પ્લાસ્ટીક જપ્તીકરણ ની કામગીરી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ૪૦ દુકાનધારકો પાસેથી ૧૨ જીલ્લાના પાન માવાના પ્લાસ્ટીક જપ્ત કરી ૯ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી  મહાનગરપાલીકા કમિશ્નર બંછાનિધી પાની ના આદેશ અન્વયે ઇસ્ટ  ઝોન નાયબ કમિશ્નર ગણાત્રા ના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં કુલ ત્રણ ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્ટ ઝોન એેસ.એસ.આઇ સંજય ચાવડા, ભાવેશ ઉપાઘ્યાય, વિશાલભાઇ, ગૈાતમભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે. તથા પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાદ્યેલા તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી પ્રફુલ ત્રિવેદી, શ્રી એમ. એ. વસાવા, શ્રી એન. એમ. જાદવ, તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા,  ભરત ટાંક,  જે.બી.વોરા,  જય ચૌહાણ, એ. એફ. પઠાણ તથા  ભુપત સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતી. (૨૩.૧૩)   

(4:17 pm IST)
  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST