Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વોર્ડ નં.૧૧માં ૨પ કરોડના ખર્ચે પીવાના પાણી-વરસાદી પાણી નિકાલની લાઇન નંખાશે

આ વિસ્તારમાં ડી.આઇ.પાઇપ લાઇન અને સ્ટોર્મ વોટર ડ્રેઇન નેટવર્કની કામગીરીનો સપ્ટેમ્બરમાં પ્રારંભ થશેઃ બીનાબેન આચાર્ય- બંછાનિધ પાનીની જાહેરાત

રાજકોટ, તા.૧૨: શહેરના વોર્ડ નં.૧૧માં વિવિધ વિસ્તારોમાં આગામી સપ્ટેમ્બર માસમાં ૨પ કરોડના ખર્ચે પીવાના પાણીની ડી.આઇ પાઇપ લાઇન અને સ્ટોર્મ વોટર ડ્રેઇન નેટવર્કની કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર હોવાનું બીનાબેન આર્ચાય તથા બંછાનિધી પાનીએ જણાવ્યુ હોય આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૧ માં ટી.પી. સ્કીમ નં. ૨૬, ૨૭ અને ૨૮ (મવડી) એરિયામાં ૧૦૦ એમ.એમ. થી ૭૦૦ એમ.એમ. ડાયા મીટર વોટર-વર્કસ ડી.આઈ.પાઈપ લાઈન દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક હાઉસ કનેકશન સાથે તૈયાર કરવાનું કામ ચાલુ કરવામાં આવનાર છે. આ કામ 'અમૃત યોજના' અંતર્ગત આવરી લેવામાં આવશે. આ કામનો અંદાજીત ખર્ચ રૂ. ૧૫,૫૩,૦૮,૨૦૦/- થશે અને આ કામ અંદાજીત સપ્ટેમ્બર-૨૦૧૮ માં ચાલુ કરવામાં આવશે, અને અંદાજીત ૧૮ માસમાં કામ પૂર્ણ થશે. આ પાઈપ લાઈન નેટવર્ક ૧૦૦ એમ.એમ. થી ૭૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ.(ડકટાઈલ આયર્ન) પાઈપ લાઈન કુલ ૫૯,૭૦૬ રનીંગ મીટર નાખવામાં આવશે તેમજ એમ.ડી.પી.ઇ. હાઉસ કનેકશન અંદાજીત ૫૦૦૦ કનેકશન કરવામાં આવશે, તેમ માન. મેયર  બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૧ માં ટી.પી. સ્કીમ નં. ૨૬ અને ૨૭ (મવડી) સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્કની લંબાઈ ૭.૯૦ કી.મી. (૧૮.૦૦ મી. ટી.પી. રોડ પર ૩.૯૩ કી.મી. તથા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ૩.૯૭ કી.મી.) ની આર.સી.સી. બોકસ ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવશે. આ ગટર બોકસની સાઈઝ ૧.૨૫ મી.  ૦.૭૫ મી. થી ૨.૦૦ મી. ૧.૫૦ મી.ની રહેશે અને બોકસ ગટર આર.સી.સી. સ્લેબથી કવર્ડ કરવામાં આવશે તથા સફાઈ માટે મેનહોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે.    

આ પાણી વિતરણ વ્યવસ્થા નેટવર્ક દ્વારા ટી.પી. સ્કીમ નં. ૨૬, ૨૭ અને ૨૮ (મવડી) એરિયાના હાલ કુલ અંદાજીત ૨૦,૦૦૦ નાગરિકોને આવરી લેવામાં આવેલ છે.

કયાં કયાં વિસ્તારોને લાભ

આ પાઈપ લાઈન નેટવર્ક અને સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક તૈયાર થયે કેવલમ ટેનામેન્ટ, કોપર એલીગંસ, ઇસ્કોન હાઈટ્સ, સંકેત હાઈટ્સ, સાનિધ્ય એવન્યુ, અમિ રેસીડેન્સી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, ચોકલેટ રેસી., ચોકલેટ એવન્યુ, ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ, આશોપાલવ સંકુલ, આશોપાલવ કોર્નર, ગોલ હાઈટ્સ, શ્યામલ સ્કાય લાઈફ, ધ કોર્ટ યાર્ડ, આદર્શ ડ્રીમ સીટી ફ્લેટ, ડ્રીમ એવન્યુ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક ટેનામેન્ટ, જીવરાજનગરી ફ્લેટ્સ, કોપરસેન્ડ એપાર્ટમેન્ટ, વસંતવાટિકા એપાર્ટમેન્ટ, શ્રીવલ્લભ એપાર્ટમેન્ટ (૧), (૨) તથા (૩), ન્યુ લક્ષ્મી સોસાયટી, અરિહંત ફ્લેટ્સ, શાંતિવન બંગ્લોસ, શાંતિવન પરમ ફ્લેટ્સ, કસ્તુરી રેસી., કસ્તુરી એવીયરી ફ્લેટ્સ, કસ્તુર કેસલ ફ્લેટ્સ, સહજાનંદ પાર્ક, આર્યલેન્ડ રેસી., શાંતિવન પરિશર, શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ (૧) તથા (૨), આર્યશ્રી રેસી., આર્યશ્રી ફ્લેટ્સ, શ્યામલ કુંજ એપાર્ટમેન્ટ, આર.એમ.સી. આવાસ યોજના, ભારતનગર આવાસ યોજના કુલ-૨, આંબેડકરનગર, કોસ્મોપ્લેકસ એપાર્ટમેન્ટ, ફ્રેન્ડ્સ હાઈટ્સ, ધ લીક એપાર્ટમેન્ટ તથા અંબિકા ટાઉનશીપ અંદરના તમામ વિસ્તારોને લાભ પ્રાપ્ત થશે. (૨૩.૧૨)

(4:15 pm IST)
  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST

  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST