Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ ખાતે અષાઢી બીજે ત્રિવીધ કાર્યક્રમો

સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવીનો લોક ડાયરો, વૃક્ષારોપણ અને રકતદાન શિબિરનું આયોજન

રાજકોટ તા. ૧ર : ખ્યાતનામ બિલ્ડર્સ મુળજીભાઇ ભીમાણી પરવાર (વસંત બિલ્ડર્સ) દ્વારા સમાજનું ઋણ ચુકવવાના પ્રયાસ રૂપે માતુશ્રી કાશીબેન લીંબાભાઇ ભીમાણીની ઉપસ્થિતમાં શ્રી ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ (મોટા રામપર, રાજકોટ-જામનગર હાઇવે તા. પડધરી) ખાતે સરસ્વતી વંદનાનું અનેરૂ ધામનું નિર્માણ કરવામાં આવેલ હતુ. અત્યારે ત્યાં રપ૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સરસ્વતી સાધના કરી રહેલ છે જેમાંથી કોઇના માતા કે પિતા હૈયાત ન હોય તેને સંસ્થા તરથી સંપૂર્ણ પણે નિઃશુલ્ક વિદ્યાદન અર્પણ કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિના પુનિત પર્વોની અનેરી મહીમાવંતી પરંપરા છે. આવા સાત્વિક વર્ષો અને ઉત્સવો સમાજમાં સંપ, સુહદભાવ અને એકતાના પ્રેરક અને પોષક છે. ભકિતની દિવ્ય શકિતસભર હિન્દુ સંસ્કૃતિનું પુનિતપર્વ એટલે ભગવાન શ્રી જગન્નાથજીની યાદમાં ઉજવાતો અષાઢીબીજ પર્વનો ઉત્સવ અવિરત પણે રર વર્ષથી ભીમાણી પરિવાર દ્વારા ઉજવાતી અષાઢીબીજ પર્વની ઉજવણી આ વર્ષે તા. ૧૩ને શુક્રવારના દિવસે અષાઢીબીજની પૂર્વ સંધ્યાએ સંસ્કૃતિસભર ઉજવવાનું અનુપમ આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સ્વ. માતુશ્રી કાશીબાની સ્મૃતિમાં રકતદાન શિબિર અને વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન રાખેલ છે માતુશ્રી કાશીબેન લીંબાબાઇ ભીમાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠના ફાઉન્ડર મુળજીભાઇ ભીમાણી તથા સમગ્ર પરીવાર દ્વારા યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમમાં પરમ પૂજય ગુરૂવર્ય રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજય મહંત શ્રી હરિપ્રિયદાસજી સ્વામી (સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટ) ખાસ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પુરૂસોતમભાઇ રૂપાલા (કેન્દ્રીય મંત્રી), ડો. ડાયાભાઇ ઉકાણી (બાનલેબ) જેરામભાઇ વાંસજાળીયા (ઉપપ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-સિદસર) ના અધ્યક્ષસ્થાને યોજાઇ રહેલા આ કાર્યક્રમનું દિપપ્રાગટય જયેશભાઇ રાદડીયા (મંત્રી -ગુજરાત સરકાર), બી.એચ.ઘોડાસરા, (ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-સિદસર), મોહનભાઇ કુંડારીયા (સાંસદ સભ્યશ્રી રાજકોટ), પુનમબેન માડમ (સાંસદસભ્ય-જામનગર) કરશે.

આ પ્રસંગે યોજાયેલ રકતદાન શિબિરનું ઉદ્ઘાટન જયંતીભાઇ કવાડિયા (માજી મંત્રી) ચીમનભાઇ સાપરીયા (માજી મંત્રી) લલીતભાઇ કગથરા (ધારાસભ્ય પડધરી, ટંકારા), બ્રિજેશભાઇ મેરજા (ધારાસભ્ય મોરબી, માળીયા), હરીભાઇ પટેલ (માજી સાંસદ સભ્ય) કરશે.

વૃક્ષારોપણ તથા વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં પ્રવિણભાઇ માકડિયા (માજી ધારસાભ્ય) બાવનજીભાઇ મેતલીયા (માજી ધારાસભ્ય) કાંતિભાઇ અમૃતિયા (માજી ધારાસભ્ય) એમ.એસ. એરવાડીયા (માજી નાયબ વન સંરક્ષક), એમ.એમ.મુની (નાયબ વન સંરક્ષક) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ગુજરાતના ખ્યાતનામ શિક્ષણવિદો પ્રો.મહેન્દ્રભાઇ પાડલીયા (વાઇસ ચાન્સલેર ગોવિંદગુરૂ યુનિ.-ગોધરા), પ્રો.વિજયભાઇ ભટાસણા (સિન્ડીકેટ સભ્ય-સૌ યુનિ.) ડો. વલ્લભભાઇ ભેંસદડીયા (નિવૃત સંયુકત શિક્ષણ નિયામક) ઉપસ્થિત રહેશે.

તા.૧૩ને અષાઢી બીજ, શુક્રવારના રોજ શ્રી ઉમા જ્ઞાનયજ્ઞ વિદ્યાપીઠ (મોટા રામપર, રાજકોટ-જામનગર હાઇવે, તા. પડધરી) ખાતે સાંજે પ-૩૦ થી મોડી રાત્રી સુધી યોજાનાર આ ત્રિવિધ કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ લોકગીત, ઢાલ તલવાર રાસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રસ્તુત કરશે, શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલના વિદ્યાર્થીઓ દ્વારા મણીયારો રાસ કરાશે. રાત્રે ૯-૩૦ થી સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીના લોકડયારાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં સ્વરૂચી ભોજન પ્રસાદની વ્યવસ્થા રખાઇ છે. સૌને આ કાર્યક્રમમાં પધારવા અને વિશેષ માહિતી માટે કેમ્પસ ડાયરેકટર મનીષભાઇ પટેલ(૯૪ર૭૪ ૦૬૩૮૦, ૭૩૮૩પ ૭૧૮૬૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે(તસ્વીરઃ અશોક બગથરીયા) (૬.૨૪)

(4:14 pm IST)
  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • જસદણમાં દોઢ ઇંચ : આટકોટમાં 4 ઇંચ જેવો ધમધોકાર વરસાદ ખાબક્યો રાજકોટ : આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે જયારે આટકોટમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા access_time 8:53 pm IST

  • રાજકોટના લોધીકામાં ભારે વરસાદથી પાણીમાં એક બાળક સહિત ત્રણ લોકો તણાયા :ખેતરમાં વરસાદી પાણીનું ઘોડાપુર આવતા ત્રણ લોકો તણાયા :ચાર વર્ષના બાળકનું મોત :અન્ય બે લોકોનો આબાદ બચાવ access_time 12:17 am IST