Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વડગાળની શંકાએ ગોપાલ પાર્કની મંજુલા કાલરીયાએ એસિડ પી લીધું

ઓરિસ્સા ખાતે માવતર ધરાવતી યુવતિના કડવા પટેલ યુવાન સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન થયા છે

રાજકોટ તા. ૧૨: ગુરૂપ્રસાદ ચોક પાસે અંકુરનગર મેઇન રોડ પર ગોપાલ પાર્ક-૨માં રહેતી મંજુલા નિમેષ કાલરીયા (ઉ.૨૬) નામની કડવા પટેલ પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મંજુલાના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે. તેના માવતર ઓરિસ્સા રહે છે. પતિ નિમેષ પાનના ગલ્લામાં નોકરી કરે છે. તેના કહેવા મુજબ મંજુલાને વડગાળ જેવું હોઇ જામકંડોરણા સહિતના બે ત્રણ સ્થળોએ જોવડાવવા ગયા હતાં. કંટાળીને તેણીએ આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

નવાગામનો યોગેશ કોળી ઝેર પી ગયો

નવાગામમાં રહેતો અને ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરતો યોગેશ નરસીભાઇ અજાગીયા (કોળી) (ઉ.૨૪) સાંજે સંત કબીર રોડના બગીચામાં ઝેર પી જતાં સિવિલમાં ખસેડાયો હતો.

કૈલાસનગરના જયેશભાઇએ ફિનાઇલ પી લીધી

નાના મવા રોડ પર કૈલાસનગરમાં રહેતાં જયેશભાઇ દેવજીભાઇ રત્નોતર (ઉ.૪૨)એ રાત્રે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. હોસ્પિટલ ચોકીના થોભણભાઇએ માલવીયાનગરમાં જાણ કરી હતી.

(12:45 pm IST)