Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૦માં મોડી રાતે શોર્ટ સરકિટથી આગ લાગીઃ વોર્ડ ખાલી કરાવવો પડ્યો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૦ના પુરૂષ વિભાગમાં મોડી રાત્રે શોર્ટ સરકિટથી વાયરીંગમાં આગ ભભૂકતાં દર્દીઓમાં નાશભાગ મચી ગઇ હતી. સિકયુરીટીને જાણ થતાં સુપરવાઇઝર ભીમાભાઇ તથા ગોૈતમભાઇએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની મદદથી તકેદારી રૂપે વોર્ડમાંથી દર્દીઓને મહિલા વોર્ડમાં શિફટ કરાવ્યા હતાં. બાદમાં ઇલેકટ્રીશિયનને બોલાવી વિજ પ્રવાહ બંધ કરાવાયો હતો. તસ્વીરમાં આગથી કાળી પડી ગયેલી દિવાલ અને ખાલી કરાયેલો વોર્ડ જોઇ શકાય છે.

(12:44 pm IST)
  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST

  • દ્વારકાના સમુદ્રમાં શંકાસ્પદ જહાજ નજરે પડ્યુ : ભડકેશ્વર મંદિરથી ૪ માઈલ દૂર સમુદ્રમાં શંકાસ્પદ જહાજ દેખાયાની સ્થાનિકોમાં ચર્ચા : તંત્ર અને સુરક્ષા એજન્સીઓ અજાણ : ટીવી અહેવાલ access_time 6:35 pm IST