Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પ્રશિલ પાર્કના એસ્ટેટ બ્રોકરની છ બોટલ દારૂ સાથે ધરપકડ

રાજકોટ તા. ૧૨: યુનિવર્સિટી રોડ પર પ્રશિલ પાર્કમાં રહેતાં એસ્ટેટ બ્રોકર વૃધ્ધની પોલીસે રૂ. ૧૮૦૦ના છ બોટલ દારૂ સાથે ધરપકડ કરી છે.

યુનિવર્સિટીના પીએસઆઇ એન. બી. ડોડીયા,  હરેશભાઇ પરમાર, ધર્મરાજસિંહ, મુકેશભાઇ, પુષ્પરાજસિંહ, રાવતભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માહિતી મળતાં યુનિવર્સિટીના ગેઇટ પાસે પ્રશિલ પાર્ક બ્લોક નં. ૧૪૧માં દરોડો પાડતાં છ બોટલ દારૂ મળતાં પંકજભાઇ જમનભાઇ કેસરીયા (ઉ.૬૦)ની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આ વૃધ્ધ બ્રોકર તરીકે કામ કરે છે.

દેશી દારૂ સાથે પર્વત, બાબુ, દિપક અને જયશ્રી પકડાયા

મુળ દાહોદના હાલ વેજાગામ રહેતાં પર્વથ શંભુરભાઇ વાખડા (ઉ.૩૨)ને વેજાગામ પુલ પાસેથી રૂ. ૨૪૦ના દેશી દારૂ સાથે યુનિવર્સિટીના કોન્સ. રાવતભાઇ ડાંગર અને હરેશભાઇ પરમારે પકડ્યો હતો. તેમજ જીવરાજ પાર્ક રોડ શ્યામલ સીટી સામેથી બાબુ જેસંગ મકવાણા (ઉ.૬૦)ને રૂ. ૫૦૦ના દેશી દારૂ સાથે ગોપાલસિંહ જાડેજા સહિતે પકડી લીધો હતો. જ્યારે ચુનારાવાડ ટ્રેકટર ચોકમાંથી દિપક વિરચંદ સોલંકીને થોરાળાના કોન્સ. વિજયભાઇ ઉકાભાઇએ રૂ. ૪૦૦ના દારૂ સાથે પકડ્યો હતો. ભારતનગરમાંથી કોન્સ. વિજયભાઇ મકવાણાએ રૂ. ૧૦૦નો દારૂ કબ્જે લીધો હતો. સાંજનો સમય હોવાથી જયશ્રી કિશોર સાકરીયાની ધરપકડ બાકી રખાઇ હતી.

(12:43 pm IST)