Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અસરગ્રસ્તો માટેની કામગીરીના સંકલન માટે વાઘાણી રાજકોટમાં

અમદાવાદ, તા. ૧ર : ભાજપ પ્રવકતા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડાનો સામનો કરવાં અને પૂવઁતૈયારીનાં ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી ની આગેવાનીમાં મંત્રીમંડળનાં તમામ સભ્યો , અધિકારીઓ, કમઁચારીગણ , તમામ વિભાગનું સરકારી તંત્ર સંપૂણ શકિતથી કામે લાગ્યું છે.

ભાજપ પ્રદેશે પણ પ્રદેશ કાયાઁલયખાતે અને રાજકોટખાતે એક કંટ્રોલરુમ ઊભો કર્યો છે.

પ્રદેશપ્રમુખશ્રી જીતુભાઈ વાદ્યાણીએ પ્રદેશસ્તરની બેઠકો મોકૂફ રાખી દીધી છે અને દિલ્હીની બેઠક કેન્સલ કરીને પોતે રાજકોટ જવાં રવાનાં થયાં છે અને તેઓ રાજકોટખાતે હેડકવાર્ટર બનાવીને સૌરાષ્ટ્રનાં તમામ જીલ્લાનાં ભાજપ સંગઠન- કાર્યકર્તાઓ સાથે સેવાકાર્યનું સંકલન કરશે.

પ્રમુખશ્રી જીતુભાઈ વાદ્યાણીએ નુકશાન સંભવિત વિસ્તારમાં લોકોનાં સ્થળાંતર અને ફૂડપેકેટ વગેરેની વ્યવસ્થામાં તમામ કાર્યકર્તાઓને જોડાવવાં સૂચનાઓ આપી હતી. અને સરકારી તંત્ર સાથે તાલમેળ કરીને સેવાકાર્ય દ્વારા લોકોની પડખે ઊભાં રહેવાં અપીલ કરી હતી.

(4:11 pm IST)
  • યુપી બાર કાઉન્સીલના મહિલા ચેરમેનની કોર્ટમાં હત્યા : ઉત્તરપ્રદેશ બાર કાઉન્સીલની પ્રથમ મહિલા ચેરમેન દરવેશ યાદવની આગ્રા સિવિલ કોર્ટમાં ગોળી મારી હત્યાઃ બે દિવસ પહેલા જ તેઓ ચેરમેનપદે ચૂંટાયા હતાઃ ચાલુ કોર્ટે મનિષ શર્મા નામના એડવોકેટે બોલાચાલી પછી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી દરવેશને ગોળી મારી પોતાની જાતને પણ ગોળી મારી હતી : દરવેશનું મોત થયુ છે જયારે મનીષની સ્થિતિ ક્રિટીકલ ગણાવાય છે access_time 5:56 pm IST

  • ડભોઈમાં ઠંડા સુસવાટા મારતા પવન સાથે વરસાદ access_time 5:49 pm IST

  • રાજકોટમાં વાદળો છવાયા : બફારો વધ્યો : ગઈકાલે બપોરે આંશિક વાદળો છવાયા બાદ આજે સવારથી ફરી વાદળોની જમાવટ : ભેજનું પ્રમાણ વધતાં શહેરીજનો પરસેવે નિતર્યા : સવારે ૬૬% ભેજ access_time 11:36 am IST