Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડામાં ૩૦રપ નાગરીકોનું સ્થળાંતર થશે : ૩૦૦ જોખમી હોર્ડીગ્સ દૂર

રાજકોટ કોર્પોરેશનની ૧૮ ટીમો દ્વારા 'વાયુ' સામે સાવચેતીનો પ્રારંભ : સીસી-ટીવી-કેમેરાથી શહેરભરમાં નજર રખાશેઃ પીવાનાં પાણીનો સ્ટોક કરી રાખવા તંત્રની અપીલઃ ૧ લાખ ફુડ પેકેટ તૈયારઃ નવા બાંધકામની ર૧ સાઇટો બંધ કરાવી દેવાઇઃ બંછાનીધી પાની સહિતનાં અધિકારીઓની ટીમ સતત ખડેપગે

રાજકોટ,તા.૧૨: અરબી સમુદ્રમાં ઉદભવેલા અને  આજે અત્યારે સૌરાષ્ટ્રના સાગર તટીય ગામોમાં જેની અસર વર્તાવા લાગી છે તે ઙ્કવાયુઙ્ખ નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે આવશ્યક પગલાંઓ લેવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને સંપૂર્ણ ઙ્કએલર્ટઙ્ખ કરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની ખુદ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમો આજ સવારથી જ શહેરના ત્રણેય ઝોનમાં ફિલ્ડ વર્ક માટે ફરી રહેલ છે.  આજ સવારથી જ ત્રણેય ઝોનમાં નાયબ કમિશનરશ્રીઓ દ્વારા વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર, ટેકસ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેકટરની બનેલી કુલ ૧૮ ટીમો મારફત તમામ વોર્ડમાં સતત રાઉન્ડ લેવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાની મેગા ડ્રાઈવ વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, ગઈકાલથી આજ સુધીમાં ૩૦૦થી વધુ હોર્ડીંગ્ઝ ઉતરાવી લેવાયા છે. જયારે અકસ્માત સર્જે તેવી ભીતિ ધરાવતા ૯૦ જેટલા વ્રુક્ષો ટ્રીમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ ઝુંપડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવેલ છે. સાથોસાથ અધિકારીઓની વિવિધ ટીમોએ ત્રણેય ઝોનમાં ચાલતા મોટા બાંધકામોની ૨૧ સાઈટ તાકીદે હાલતુર્ત બંધ કરાવી કુલ ૫૫૦ મજુર ભાઈ-બહેનોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવામાં આવેલ છે. જેના વેસ્ટ ઝોનમાં ૯ સાઈટ પરથી ૩૪૦ મજુરો, સેન્ટ્રલ ઝોનની ૭ સાઈટ પરથી ૭૦ મજુરો અને ઈસ્ટ ઝોનની ૫ સાઈટ પરથી ૪૦ મજૂરોનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા શહેરના તમામ સ્લમ વિસ્તાર કવર કરી લઇ જાનમાલની સુરક્ષા અને સલામતીની સ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરી આવશ્યક પગલાંઓ લઇ રહી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઙ્કઆઈ-વે પ્રોજેકટઙ્ખના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી)ની મદદથી સમગ્ર શહેરની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જયાં કયાંય પણ મહાનગરપાલિકાની મદદની આવશ્યકતા ઉભી થશે ત્યાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત્ત્। કરી દીધા છે જેથી કરીને કોઇપણ આપાતકાલીન પરિસ્થિતિમાં લોકો તુર્ત જ ફરિયાદ કે જરૂરી માહિતીની આપ-લે કરી શકે. મ્યુનિ. કમિશનરશ્રીએ જયુબિલી ગાર્ડન ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૨૨૫૭૦૭, અને ૦૨૮૧-૨૨૨૮૭૪૧) અને ફાયર ્રૂ ઇમરજન્સી વિભાગમાં (ફોન નં. ૦૨૮૧-૨૨૨૭૨૨૨) કંટ્રોલ રૂમ કાર્યરત્ત્। કરી દીધા છે અને ત્યાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ લાવવા તમામ સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા તાકિદ કરી છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સંભવિત અસરો તા.૧૨થી૧૪ દરમ્યાન તેજ રફતાર સાથે પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે, અને ખાસ કરીને તા. ૧૩મીએ વાવાઝોડાની અસર સૌથી તીવ્ર હોવાનું હવામાન ખાતું જણાવે છે ત્યારે મહાનગરપાલિકાએ શહેરમાં વાવાઝોડા પૂર્વે ભયજનક હોર્ડીંગ્ઝ, વ્રુક્ષો અને ઈમારતો સામે અસરકારક પગલાંઓ લેવાનું શરૂ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં ૩૦૦ થી વધુ  હોર્ડીંગ્ઝ ઉતારી લેવાયા છે અને અન્ય જે કોઈ હોર્ડિંગ જરા પણ અસલામત જણાય તેને તાત્કાલિક ઉતારી લેવામાં આવી રહયા છે. તમામ સિનિયર અધિકારીઓને આજથી ફિલ્ડ વર્કમાં ઉતારી દેવામાં આવેલ છે. શહેરમાં અત્યારે જયાં કયાંય પણ ખાડાઓ જોવા મળે તે આજથી જ યુધ્ધના ધોરણે બુરી દેવામાં આવી રહયા છે.

     મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આજે તેમણે શહેરના વિવિધ સ્થળોની મુલાકાત લેધી હતી. આ ઉપરાંત શહેરમાં ત્રણેય ઝોનમાં ફરી રહેલી ટીમો જયાં કયાંય પણ જર્જરિત મકાનો જોવા મળે ત્યાં મકાનમાં રહેતા લોકોને એ બિલ્ડિંગ ખાલી કરી દેવા સૂચના આપી રહયા છે. આ ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના વાહનો દ્વારા પણ આજી નદીના કાંઠા પરના વિસ્તારોમાં તથા સ્લમ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સતર્ક કરવામાં આવી રહયા છે. સ્લમ એરીયામાં કે તેની નજીકમાં આવેલી શાળાઓ સ્થળાંતરિત લોકોના આશ્રય માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. આજે અધિકારીઓની ટીમો દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં કુલ મળીને ૩૦૨૫ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઈસ્ટ ઝોનમાં ૧૧૦૦ લોકો, વેસ્ટ ઝોનમાં ૧૮૦૦ લોકો અને સેન્ટ્રલ ઝોનમાં ૧૨૫ જેટલા લોકોનો સમાવેશ થાય છે.

દરમ્યાન મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકટ પરિસ્થિતિમાં પીવાના પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્ટર્બ ના થાય અને ભારે પવનને કારણે જો કોઈપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલિક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલાં લેવડાવી અધિકારીઓને અત્યારથી જ સાબદા કરી દીધા છે.

મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ એમ પણ કહ્યું હતું કે, કંટ્રોલ રૂમની સાથોસાથ ક શહેરની તમામ વોર્ડ ઓફિસો અને ઝોન ઓફિસો ચોવીસે કલાક ખુલ્લી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી કોઇપણ સંકટ સમયે મહાનગરપાલિકાનો સ્ટાફ શહેરીજનોની ત્વરિત મદદે આવી શકે. સંકટ સમયે નાગરિકોની મદદ માટે ત્રણેય ઝોનમાં નિશ્યિત સંખ્યામાં સિટી બસો તૈનાત કરી દેવામાં આવશે જેથી કરીને જે તે ઝોનમાં ઓછામાં ઓછા સમયમાં સિટી બસ ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત વોટર વર્કસ શાખાને કલોરીનની ટેબ્લેટનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રાખવા તથા આરોગ્ય શાખાએ આવશ્યક દવાઓ અને મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવેલ છે. વધુ વરસાદ થાય તો તેવા સંજોગોમાં જયાં કયાંયથી પણ ભૂગર્ભ ગટર ચોકઅપ થવાની ફરિયાદ આવે તો તેનો તાત્કાલિક નિકાલ લાવવા સ્ટાફ અને સાધનો તૈયાર રાખવા સુચના આપવામાં આવેલ છે. નાગરિકોનું સલામતરીતે અન્યત્ર સ્થળાંતર કરવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાની શાળાઓ અને રેનબસેરા રહેવા અને જમવાની સુવિધાઓ સાથે તૈયાર રાખવા જે તે શાખાઓને જણાવી દેવામાં આવેલ છે.

(3:52 pm IST)
  • રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા સવારે ૧૦ સુધીમાં ૧૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું : ગોંડલમાંથી ૧૦૬, જેતપુરથી ૨૭૧, ધોરાજીના ૬૭૨ અને ઉપલેટા વિસ્તારના ૪૨૫ લોકોને સલામત સ્થળે ખસેડયા છે access_time 11:35 am IST

  • જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ : આજે આખો દિવસ મિશ્ર વાતાવરણ રહ્યા બાદ બપોરે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અને૨૦થી રપ મીનીટ વરસાદ વરસયો હતો. વાદળછાંયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. access_time 4:06 pm IST

  • વાવાઝોડાના પગલે રાજકોટમાં PGVCLની ટીમ હાઈએલર્ટઃ વીજપુરવઠો ન ખોરવાય તે માટે ટીમ સતત ખડેપગે access_time 12:41 pm IST