Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ઓપન ગુજરાત યોગ ચેમ્પિયનશીપનો સોમવારે રાજકોટથી પ્રારંભઃ ૨૫૦૦ સ્પર્ધકો યોગા કરશે

બાદમાં સમયાંતરે ૯ જિલ્લામાં સ્પર્ધાઃ નવેમ્બરમાં અમદાવાદમાં ફાઈનલ

રાજકોટ,તા.૧૨:  યુવા રન ફાઉન્ડેશન દ્વારા આયોજીત ઓપન ગુજરાત રાજય યોગ ચેમ્પીયશીપનો તા.૧૭ના સોમવારથી રાજકોટ ખાતે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ સૌરાષ્ટ્રના કન્વીનરોએ જણાવેલ કે આ યોગ મહાકુંભમાં રાજયભરમાંથી સ્પર્ધકો ભાગ લેશે. તા.૧૭ના રાજકોટ ખાતે આત્મીય કોલેજ કાલાવડ રોડ ખાતે દબદબાભેર પ્રારંભ થશે.

જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અમે ત્રણેય જિલ્લાના મળી ૨૫૦૦ થી વધુ યોગ સ્પર્ધકો ભાગ લઈ વિવિધ યોગ- આસાન- મુદ્રા કરશે.

બાદમાં સમયાંતરે અમદાવાદ, વડોદરા, સુરત, ભૂજ, જૂનાગઢ સહિત ૯ જિલ્લાના  આવી સ્પર્ધાઓ થશે અને છેલ્લે ૧૭ નવેમ્બરના અમદાવાદ  ખાતે મેગા ફાઈનલ સ્પર્ધા થશે.

આ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોય ભાગ લેવા માટે અમદાવાદ સેન્ટર કાર્યાલય, એફ-૧૮, અક્ષત એવન્યુ, રેવતી ટાવર સામે, રામદેવ નગર ચાર રસ્તા, સેટેલાઈટ અમદાવાદ (મો.૮૨૩૮૮ ૯૨૬૨૨) ખાતે સંપર્ક કરવા અથવા વધુ માહિતી માટે રાજકોટ સેન્ટર ૪૦૫, સુર્યા આર્કેડ બીઓબી બેન્કની બાજુમાં જયુબેલી ચોક (મો.૯૩૨૮૩ ૦૨૭૬૫) ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

વિજેતાઓને ૫૧ લાખ સુધીના પુરસ્કારોથી પ્રોત્સાહીત કરાશે. સૌરાષ્ટ્ર કન્વીનર નીતિશભાઈ સોલંકીની રાહબરી હેઠળ જહેમત ઉઠાવાઈ રહી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સૌરાષ્ટ્ર કન્વીનર કિશનભાઈ દવે, યોગા ટ્રેઈનર અર્જુનભાઈ ઠાકર નજરે પડે છે.(તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:40 pm IST)