Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા ર૧મીએ લેઉવા પટેલ યુવક-યુવતિ વેવિશાળ પરિચય સંમેલન

રાજકોટ તા. ૧ર : સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ (ગોલ્ડ) દ્વારા લેઉવા પટેલ સમાજ ઉપયોગી કાર્ય થતા રહે છે તેના ભાગરૂપે લેઉવા પટેલ સમાજના યુવક-યુવતી માટે વેવિશાળ પરિચય કાર્યક્રમનું તા.ર૧-૭-ર૦૧૯ ને રવિવારના આયોજન કરાયું છે. સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ (ગોલ્ડ) દ્વારા આ બીજો લેઉવા પટેલ યુવક-યુવતિ વેવિશાળ કાર્યક્રમ છે. લેઉવા પટેલ સમાજના મોટાભાગના લોકો ગામડાઓમાં રહે છે. અને ખેતી એમનો મુખ્ય વ્યવસાય છે. ખેતીમાં ભાવથી લઇને અનિયમિત વરસાદના કારણે ખેતી ભાંગતી જાય છે. જેના કારણે ગામડાઓ ભાગી રહ્યા છે. આવા સંજોગોમાં કોઇ પોતાની દિકરીને ગામડામાં પરણાવવા માગતા નથી આવા કારણોસર દિકરા-દિકરીઓની ઉમર વધતી ઝાય છે. અને સામાજીક અવ્યવસ્થા ઉભી થાય છે. આવા સમયે સમાજને ઉપયોગી થવા માટે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ (ગોલ્ડ) દ્વારા યુવક-યુવતિને પોતાના જીવનસાથી પસંદ કરવા એક પ્લેટ ફોર્મ મળી રહે તે માટે પ.પૂ.પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે વેવિશાળ પરિચય કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આ વેવિશાળ પરિચય કાર્યક્રમમાં સમાજના વિકલાંગ યુવક-યુવતિ પોતાનો યોગ્ય જીવન સાથી મેળવી શકે, તેમજ સમાજના વિધવા-વિધુર ઉમેદવારો અને છુટાછેડા થયેલા ઉમેદવારો પોતાનું સાંસારિક જીવન ફરીથી શરૂ કરી શકે એ માટે એવા ઉમેદવારો પણ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે આ માટેના ફોર્મ લેઉવા પટેલની વધારે વસ્તી ધરાવતા ગામડા શહેરોમાંથી નકકી કરેલા સ્થળેથી વિનામુલ્યે મેળવી શકાશે.

આ કાર્યક્રમમાં આધુનિકતાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરની મદદથી ઉમેદવારની તમામ વિગતો મળી રહે તે માટેની ડીરેકટરી બનાવીને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતિ અને તેમના બે વાલીઓને સવારે નાસ્તો અને બપોરના જમવાની વ્યવસ્થા સોશ્યલ ગ્રુપ તરફથી કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશ્યલ ગ્રુપના પ્રોજેકટ ટીમ ચેરમેન ભગવાનજીભાઇ મોણપરા મો.૯૮રપર ૪૩૧૪૯, જયેશભાઇ ચોવટિયા મો.૯૯ર૪૧ ૧૩૧૩૦, દિનેશભાઇ પટોળિયા મો.૯૯ર૪૧ ૬૧૭૬૭, અરવિંદભાઇ શીંગાળા મો. ૯૭રપ૩ ૭૧૪૧૪, હેમંતભાઇ પલસાણા મો.૯૪ર૬૭ ૧ર૮૧ર તથા આર.જે. બોઘરા મો.૯૮રપ૭ ૩૦૪૦૪, વિનુભાઇ ભિકડીયા, ખીમજીભાઇ મોણપરા, જી.કે. ગજેરા, મગનભાઇ શીંગાળા, રાહુલભાઇ ગીણોયા, વલ્લભભાઇ કુંભાણી, જયોત્સનાબેન ટીલાળા, ધવલભાઇ સોજીત્રા, ધીરૂભાઇ ગજેરા, અનુસયાબેન રીબડીયા, બી.ટી.કળથીયા, અભિષેકભાઇ પાનસુરીયા, મંજુલાબેન સાવલિયા, અશોકભાઇ વઘાસિયા, પ્રફુલભાઇ ટીલાળા અને સ્મિતાબેન ડોબરિયા જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં વેવિશાળ પરીચય સમીતીના આગેવાનો 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:38 pm IST)