Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વિજળીને લગતા પ્રશ્નોનું ત્વરીત નિવારણ લાવવુ જરૂરી

ચેમ્બર ઓફ કોમર્સ અને પીજીવીસીએલ

રાજકોટ તા.૧૨ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વેપાર ઉદ્યોગ અને પ્રજાને સ્પર્શતા વિજળીના પ્રશ્નો અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. ના મુખ્ય ઇજનેર શ્રી તથા તેઓની ટીમ સાથે યોજવામાં આવેલ ઓપન હાઉસ ચીફ એન્જી. (ટેક) શ્રી ગાંધી, ચીફ એન્જી. (પ્રોજેકટ) શ્રી કોઠારી, ચીફ ફાઇનાન્સ મેનેજર શ્રી મજેઠીયા, એડી.ચીફ એન્જી. શ્રી ધામેલીયા, શ્રી ભટ્ટ, શ્રી અજાગીયા રાજકોટ શહેર અધિક્ષક ઇજનેર શ્રી વ્યાસ, રાજકોટ ગ્રામ્ય અધિક્ષક ઇજનેરશ્રી જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સમક્ષ વિજળીના વપરાશકારોના વિવિધ પ્રશ્નોની રાજકોટ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવએ વિજળી આજે સર્વે માટે અનિવાર્ય બની છે અને વિશાળ વર્ગને સ્પર્શે છે. ત્યારે તેના ઉદભવના પ્રશ્નોનુ ત્વરીત અને યોગ્ય નિરાકરણ લાવવુ જરૂરી છે.

બાદ રાજકોટ ચેમ્બર પુર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ સભ્યોના તેમજ વિવિધ એશો.નો તરફથી આવેલ વિજળીના પ્રશ્નો જેવા કે નળ કનેકશન મેળવવા, હૈયાત કને. વધારો ઘટાડો નામ ટ્રાન્સફર, એનર્જી બીલને લગતી બાબતો, મીટરને લગતા પ્રશ્નો, વિજ સમસ્યાઓ (વારંવાર પાવર ફેલીયર) જેવા વિવિધ પ્રશ્નો પીજીવીસીએલના ધ્યાન પર મુકેલ.

પીજીવીસીએલના ચીફ એન્જી.શ્રી ગાંધીએ ચેમ્બર તરફથી રજૂ થયેલ પ્રશ્નો અંગે વિગતવાર પ્રત્યુતર આપેલ અને નિતીવિષયક પ્રશ્નોની યથાસ્થાને રજૂઆત કરીશુ તેમ જણાવી સ્થાનીક લેવલને પ્રશ્નોના યોગ્ય તુરંત નિરાકરણ કરવા ખાત્રી આપી. ઉપરાંત ઉપસ્થિત વેપાર ઉદ્યોગકારો અને વિવિધ એશો.ના પ્રતિનિધિઓના પ્રશ્નોના પણ વિગતવાર જવાબ આપેલ તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:37 pm IST)