Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવડી ગામ પાસે ટ્રકમાંથી અડધા લાખના દારૂ-બીયરના જથ્થા સાથે ૪ ઝડપાયા

દમણથી દારૂ-બીયરનો જથ્થો ભરીને રાજકોટ વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવતા હતાઃ મયુર, મુકેશ, અજય અને રાજેન્દ્રસિંહની ધરપકડ

રાજકોટ તા. ૧રઃ વાવડી ગામ જવાના ગેઇટ પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી રૂ. પપ,ર૦૦ની કિંમતના દારૂ અને બીયરના જથ્થા સાથે ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી. એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોરમ, એ.એસ.આઇ. હર્ષદસિંહ, ઉમેશભાઇ, હીરેનભાઇ, અરજણભાઇ, ભગીરથસિંહ, વીરેન્દ્રસિંહ, જયંતીભાઇ તથા દીપલબેન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. હિરેનભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ તથા વિરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વાવડી ગામ જવાના ગેઇટ પાસેથી જીજે-૧રવાય-૮ર૯૪ નંબરના ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી દારૂની પ૪ બોટલ અને ૪૮ બીયરના ટીન મળી આવતા ટ્રકમાં બેઠેલા મયુર કીરીટભાઇ ગોસ્વામી (ઉ.વ.૩૦) (રહે. ઉદ્યોગનગર કોલોની ગોંડલ રોડ), મુકેશ રમેશભાઇ દેવમુરારી (ઉ.વ.૪૩) (રહે. મવડી ચોકડી માટેલ સોસાયટી શેરી નં. ૬), અજય કિશોરભાઇ અગ્રાવત (ઉ.વ.ર૩) રહે. મીતાણા તા. ટંકારા) હાલ મવડી ચોકડી માટેલ સોસાયટી) અને રાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ. પ૦) (રહે. જોડીયા વકીલ શેરી જી. જામનગર) ને પકડી લઇ ટ્રક તથા રૂ. પપર૦૦નો દારૂ-બીયરનો જથ્થો સહિત રૂ. ૭.પપ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ચારેય શખ્સો દારૂ-બીયરનો જથ્થો દમ્મણથી ભરીને રાજકોટ વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવતા હતા. આ અંગે પોલીસે ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(3:35 pm IST)