Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગાંધીગ્રામ પોલીસ દ્વારા વાહન ચેકીંગ-એરિયા ડોમિનેશ-ફૂટ પેટ્રોલીંગ

રાજકોટઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઆરપીના ૧૦૦ જવાનો સાથે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી. વી. ઓડેદરા તથા ટીમે છોટુનગર પાસેની ઝૂપડપટ્ટી સહિતના વિસ્તારોમાં સાંજે પાંચથી સાડા સાત સુધી વાહન ચેકીંગ, દારૂ અંગે ડ્રાઇવર, ફૂટ પેટ્રોલીંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી કરી હતી. શકમંદોને ચેક કરાયા હતાં. તેમજ દારૂના ત્રણ કેસ કરાયા હતાં. એક હદપાર પણ મળી આવ્યો હતો. ચાર વાહનો ડિટેઇન કરી સ્થળ પર ૧૦૯૦૦નો દંડ વસુલી ૧૦૯ એનસી કેસ અને ૧૧૮ ઇ-મેમો અપાયા હતાં.

(3:34 pm IST)