Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાજકોટ કલેકટર તથા એડી.કલેકટર આજે આખી રાત કલેકટર કચેરીમાં બેસશે : ફૂડ પેકેટ સાવચેતી અંગે વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

રાજકોટ જિલ્લામાં તમામ તંત્રને સાબદુ કરતાં કલેકટર : કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને એડી.કલેકટર પરિમલ પંડ્યા આજે આખી રાત કચેરીમાં બેસશે : ફૂડ પેકેટ અંગે ડે. કલેકટર જેગોડા અને જે.કે. પટેલને જવાબદારી : સંકલન માટે સીટી પ્રાંત-૧ ચૌહાણને જવાબદારી સોંપાઈ : ૫ લાખ ફૂડ પેકેટ સાંજ સુધીમાં તૈયાર થઈ જશે : હાલ રાજકોટ રેલ્વે સ્ટેશન સામે આવેલ ભાટીયા બોર્ડીંગ ખાતે તથા સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે ફૂડપેકેટો તૈયાર થઈ રહ્યા છે : જિલ્લાની પળેપળની વિગતો મેળવતા કલેકટર : એસ.ટી., જી.ઈ.બી., સિંચાઈ, પાણીપુરવઠા, માર્ગ અને મકાન, વનખાતુ સહિતના તમામ ખાતાઓને પળેપળનો રિપોર્ટ આપવા પણ આદેશ

(12:44 pm IST)