Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા માઁ ભદ્રકાળી માતાજીનો રવિવારે ભવ્ય આંનંદોત્સવ:શનિવારે રાત્રે સમૂહ મંત્રજાપ

રવિવારે સવારે દિવ્ય વરણાંગી :સાંજે માતાજીનો અન્નકૂટ અને રાસગરબા બાદ મહાઆરતી

રાજકોટ તા;11 રવિવારે રાણપરા પરિવારના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીનો ભવ્ય આનંદોત્સવ ઉજવનાર છે રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા માતાજીના આશીર્વાદ સાથે માઇભક્તોના સહયોગથી માતાજીના મંત્રજાપ,ગરબા થાળ,આરતી અને માઁ ના ગુણગાનનો એક દાયકો પૂર્ણ કરાયો છે આ નિમિતે શનિવાર રાત્રે સમુહમત્રજાપ સાથે આનંદોત્સવપ્ રારંભ થશે

   અકિલા કાર્યાલય ખાતે રાણપરા મંત્રજાપ પરિવારના સારથિઓએ વિગતો આપતા જણાવેલ કે આગામી તા;16ને રવિવારે માં ભદ્રકાળી માતાજીનો ભવ્ય આનંદોત્સવ શ્રી રણછોડદાસ કોમ્યુનિટી હોલ જલજીત હોલ સામે બોલબાલા માર્ગ પર શ્રી ભદ્રકાળી ધામમાં શનિવારે રાત્રે સમૂહ મંત્રજાપ સાથે પ્રારંભ થશે

  વધુમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે માતાજીની દિવ્ય વરણાંગી ભદ્રકાળીધામથી નીકળી રાસગરબાની રમઝટ સાથે માં ભદ્રકાળીધામ પરત ફરશે બપોરે 4 વાગ્યે માતાજીનો ભવ્ય અન્નકૂટ અને રાસગરબા યોજાશે ત્યારબાદ સાંજે 7-30 વાગ્યે મહા આરતી થશે છે જેમાં સમસ્ત રાણપરા પરિવાર લાભ લઇને ધન્યતા પ્રાપ્ત કરશે બાદમાં મહાપ્રસાદ રાખેલ છે

  રણછોડદાસ કોમ્યુનિટી હોલ વિભાગ ન,2માં ભદ્રકાળી ધામમાં યોજાનારા માઁ ભદ્રકાળી માતાજીનો આનંદોત્સવનો લાભ લેવા અનુરોધ કરાયો છે

  આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ રાણપરા,જીજ્ઞેશ રાણપરા,સંજય રાણપરા ,પિયુષ રાણપરા,બિપિન રાણપરા,અશ્વિન રાણપરા,ચંદ્રેશ રાણપરા,હિતેશ રાણપરા,સુરેશભાઈ રાણપરા,રતિલાલ રાણપરા રશ્મિનભાઈ,અજયભાઇ,પરેશભાઈ અને રાજુભાઈ કર્ણાવતી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે

(12:01 pm IST)
  • કચ્છ-સામખીયાળીમાં વાવાઝોડાની અસર શરૂ : શામખીયાળીમાં ભારે પવન ફૂંકાય છે : માંડવીના દરિયામાં કરંટ જોવા મળ્યો access_time 5:49 pm IST

  • આજે બપોરે ૪-૧૫ વાગ્યાની આસપાસ અંબાજી, પાલનપુર અને આબુરોડ સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં 2.3 ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળે છે. access_time 5:18 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ એરિયામાં રાત્રે ૮૦ કિ.મી. ઉપર પવન જશે તો વીજતંત્ર લાઈટો બંધ કરી દેશે : રાજય સરકાર દ્વારા વાવાઝોડાની ભયાનકતા જાણી તાકીદનો પરિપત્ર : 'વાયુ' વાવાઝોડાની ભયાનકતા જાણી રાજય સરકારની પીજીવીસીએલને તાકીદની સુચના : હાઈએલર્ટ પરિપત્ર જાહેર થયો : કોસ્ટલ એરિયામાં ૮૦ કિ.મી.ની ઉપર પવન જાય એટલે સાવચેતી રૂપે લાઈટો બંધ કરી દેવા આદેશો : વાવાઝોડાની ગંભીરતા જાણી સૌરાષ્ટ્રના આઠેક જિલ્લામાં ૮૦ કિ.મી. ઉપર પવન જવાની શકયતા હોય રાજકોટ વીજતંત્રની કોર્પોરેટ ઓફીસમાં મીટીંગો ઉપર મીટીંગોનો દોર : તંત્ર ઉંધામાથે : હાઈ લેવલ ઈજનેરોથી માંડી લાઈનમેન સહિતના સ્ટાફને ૪૮ કલાક હાજર રહેવા હેડકવાર્ટર નહિં છોડવા આદેશો access_time 12:41 pm IST