Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

શ્રી ડુંગરગુરૂ શાસન સેવા ટ્રસ્ટ નિર્મિત

ઋષભાનન જૈન સંકુલનો શનિવારે શુભારંભ

ઉપાશ્રય, સમતાભવન, પૌષધશાળા, ગ્રંથાલય, ભોજનશાળા તથા ગુરૂકુળનું સંકુલમાં જ નિર્માણ

રાજકોટ, તા.૧૨: અનંતાઅનંત ઉપકારી શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી તેમજ નિગ્રંથ ગુરૂભગવંતોની અનંતી કૃપાથી ગુજરાતના સૌપ્રથમ રૂષભાનન જૈન સંકુલના મંગલ શુભારંભનો પાવનકારી પ્રસંગ આવી રહ્યો છે.

આ સર્વોત્તમ જૈન સંકુલની વિશેષતાએ છે કે જેમાં ઉપાશ્રય, પૌષધશાળા, ગ્રંથાલય, સ્થા.જૈન સમાજના ગુરૂકુળ ઉપરાંત શ્રાવક- શ્રાવિકાઓ પૂજય સંત- સતીજી ભગવંતોનો લાભ લઈ શકે અને શાતાકારી વાતાવરણમાં રહી શકે તેવા સુંદર સમતાભવનનું પણ નિર્માણ કરેલ છે.

આજના કાળના અભિ મહામૂલા અને જરૂરિયાતવાળા આ 'જૈન સંકુલ'ના શુભ પ્રારંભ તા.૧૬ને શનિવારના રોજ સવારે ૮:૪૫ કલાકે થશે. ઉદ્ઘાટન મહોત્સવ તથા સાધિર્મક ભકિતનો લાભ શ્રી તારાચંદભાઈ મુલચંદભાઈ દોશી પરિવાર (જામજોધપુરવાળા, હાલ મુંબઈ), હ.ધર્મપત્ની શ્રી તરલાબેન, સુપુત્રો શ્રી પંકજભાઈ, કેતનભાઈ, અતુલભાઈ, પુત્રવધુઓ અ.સૌ દિવ્યાબેન, અ.સૌ.વિશાખાબેન, અ.સૌ.નિકેતાબેન, સુપુત્રી અ.સૌ.દિપાબેન નિકુંજભાઈ મહેતાઁ તથા પૌત્ર ફેનીલ કે.દોશીએ લીધેલ છે.

આ સમારોહમાં ડો.દર્શીતાબેન શાહ (ડે.મેયર), રમેશભાઈ વિરાણી (રાજકોટ), પંકજભાઈ શાહ (જામનગર), મનહરલાલ શાહ (મુંબઈ), જતિનભાઈ શેઠ (મુંબઈ), અમિનેશભાઈ રૂપાણી (રાજકોટ), જયકાંતભાઈ હિરાણી (મુંબઈ), મયંકભાઈ શાહ (મુંબઈ), તારાચંદભાઈ દોશી (મુંબઈ), હરકિશનભાઈ ઠક્કર (મુંબઈ), દિલિપભાઈ ગાંધી (મુંબઈ), હર્ષદભાઈ અદાણી (રાજકોટ), ગુણવંતભાઈ ચુડગર (અમદાવાદ), હરસુખભાઈ તંબોલી (રાજકોટ), મંજુલાબેન ટપુલાલ મહેતા (રાજકોટ) તથા ઈન્દિરાબેન અમીલાલ શાહ (મુંબઈ) ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે પધારવા ટ્રસ્ટી દિપકભાઈ મોદી (૯૮૨૪૨ ૦૦૭૩૧) તથા ગુરૂકુળ કમિટીના પ્રમુખશ્રી- પ્રતિકભાઈ કામદાર (૦૨૮૧-૨૫૮૦૩૩૩), ઉપપ્રમુખ- પરેશભાઈ પટેલ (મો.૯૪૨૬૭ ૧૨૨૮૯), ખજાનચી- અશોકભાઈ દોશી (મો.૯૪૨૬૭ ૮૭૮૫૪), મંત્રીઓ ચિંતનભાઈ દોશી તથા ભાવિનભાઈ દોશીએ આમંત્રણ પાઠવ્યું છે.

(2:45 pm IST)