Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

ભુંગળા-બટેટાની રેંકડી પર પાણી ફેંકયા બાદ ડખ્ખોઃ ચિરાગ ટાંકની ધોલધપાટ

રેલનગર પાસે કવાર્ટરમાં બનાવઃ પડોશી ભાવેશ પોપટ, તેના પુત્ર અને પત્નિએ માર માર્યો

રાજકોટ તા. ૧૨: રેલનગર પાસે સુભાષચંદ્ર બોઝ હાઉસીંગ બોર્ડ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને ધોરણ-૧૦માં ભણતાં ચિરાગ અશ્વિનભાઇ ટાંક   (ઉ.૧૫) નામના કડીયા તરૂણને આ કવાર્ટરમાં જ રહેતાં ભાવેશભાઇ પોપટ, તેના પત્નિ રેખાબેન અને પુત્ર દિવ્યેશે ઢીકા-પાટુનો માર મારી વીંખોડીયા ભરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ચિરાગના કહેવા મુજબ તે ધોરણ-૧૦માં એક વિષયમાં નાપાસ થયો છે. હાલમાં પિતા બિમાર હોઇ કામે જતાં ન હોઇ પોતે ભુંગળા-બટેટાની રેંકડી કાઢે છે. બે દિવસ પહેલા આ રેંકડી લઇને પોતે નીકળ્યો ત્યારે રેખાબેને ઉપરથી પાણી ફેંકતા બોલાચાલી થઇ હતી. ત્યારે સમાધાન થઇ ગયા બાદ ગત સાંજે ફરીથી ઝઘડો કરી હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(12:53 pm IST)