Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

હિતેન રાઠોડ, તેના પત્નિ, સાસુ અને પુત્ર પર સાઢુનો છરી-પાઇપથી હુમલો

પુષ્કરધામ પાસે આવાસ યોજના કવાર્ટરમાં ધબધબાટી : સાળી સાથે ઝઘડતા સાઢુ મનિષ ડાંગરને સમજાવતાં રોષે ભરાયો

રાજકોટ તા. ૧૨: કાલાવડ રોડ પર પુષ્કરધામ પાસે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં હિતેન હીરાભાઇ રાઠોડ (ઉ.૩૨) નામના વણકર યુવાન પર રૈયાધારમાં રહેતાં તેના સાઢુ મનિષ ડાંગર તથા તેના મિત્ર સુનિલે છરી-પાઇપથી હુમલો કરતાં તેને બચાવવા પત્નિ ભાવનાબેન (ઉ.૩૦), સાસુ જમુનાબેન દિનેશભાઇ ખીમસુરીયા (ઉ.૪૫) વચ્ચે પડતાં આ બંનેને પણ માર મારવામાં આવ્યો હતો. તેમજ હિતેનના ૭ વર્ષના પુત્ર રૂદ્રને પણ પાઇપ આંખ ઉપરના ભાગે લાગી જતાં ચારેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હિતેનના કહેવા મુજબ તેની સાળી પૂનમ સાથે પતિ મનિષ સતત ઝઘડા કરતો હોઇ ગત રાત્રે સાસુ જમુનાબેન એ બંનેને સમજાવવા માટે પોતાના ઘરે લાવ્યા હતાં. અહિ પોતે મનિષને સમજાવતો હતો ત્યારે તે ઉશ્કેરાઇ ગયો હતો અને મિત્ર સાથે મળી છરી-પાઇપથી હુમલો કરી ભાગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(12:52 pm IST)