Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

હિરામન નગરમાં પુરૂષોત્તમ માસમાં દરરોજ ધાર્મિક કાર્યક્રમો

શાસ્ત્રો અનુસાર દર ત્રણ વર્ષે અધિક એટલે કે પુરૂષોત્તમ માસ આવે છે. આ મહિનામાં જપ, તપ, દાનથી અનંત પુણ્યની પ્રાપ્તિ થતી હોવાની મહિમા છે. ખાસ કરીને મહિલાઓ દ્વારા આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ, શ્રીમદ્દ ભગવતગીતા, શ્રીરામ કથા વાંચન અને વિષ્ણુ ભગવાનની ઉપાસના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. પુરૂષોત્તમ માસમાં કથા વાંચવા-સાંભળવાથી ખુબ જ લાભ થતો હોવાની માન્યતા છે. આ મહિનામાં જમીન પર સુવાનું, એક જ ટાઇમ ભોજન લેવાનું નિમ પાળવામાં આવે છે. રૈયા રોડ હનુમાન મઢી પાછળ હિરામન નગરમાં સારસ્વત બ્રાહ્મણ ગં. સ્વ. નિલાબેન દિનેશરાય સાતાના નિવાસ સ્થાને આ પવિત્ર પુરૂષોત્તમ માસની ધામધૂમથી ઉજવણી થઇ છે. દરરોજ ધાર્મિક કાર્યક્રમો, કથા વાંચનનો સમગ્ર સોસાયટીના મહિલાઓએ લાભ લીધો હતો. અન્નકોટ દર્શન પણ યોજાયા હતાં.

(12:52 pm IST)