Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

રાજકોટ બાર એસો.ના કારોબારી પદેથી એડવોકેટ નિરવ પંડયાનું રાજીનામુ

રાજકોટ તા. ૧ર : રાજકોટ બાર એસો.ની સને ર૦૧૮ ના વર્ષની ચૂંટણીમાં ચુંટાયેલા એડવોકેટ નિરવકુમાર પંડયાએ રાજકોટ બાર એસો.ના પ્રમુખ અને સેક્રેટરીને કારોબારી પદેથી રાજીનામુ પાઠવીને પોતાને બાર એસો.ની સેવામાંથી મુકિત આપવા જણાવતા વકીલ વર્તુળોમાં પંડયાના રાજીનામાએ ચકચાર જગાવી છે.

એડવોકેટ નિરવ પંડયાએ જણાવેલ છે કે મને સને-ર૦૧૮ના વર્ષ માટે મતદાર વકીલમીત્રો કે જેઓએ મારા પોતાના જ છે, તેઓએ જ મતદાન થકી અને મારા ઉપર વિશ્વાસ મુકી જીતાડેલ છે તેઓને ઉંડાહૃદયના દુઃખ સાથે ગદ્દગદ્દપણે જણાવવું પડે છે કે, હું મારી જે કાર્યપધ્ધતિ જેવી કે, સ્પષ્ટવકતા છું અને નિતિવિષયક ચાલવા વાળો વ્યકિત છું તેમાં બાંધછોડ કરી શકવાને અસમર્થ અને અતિશય લાચાર છું જેથી હું નૈતિક રીતે એવું માનું છું કે, રાજકોટ બાર એસો.ને મારા જેવા સ્પષ્ટ વકતા અને નિતિવિષયક ચાલવાવાળાની જરૂરીયાત વાળાની જરૂરીયાત હોય તેવું મને લાગતુ નથી. તેમજ હું મારી કાર્યશૈલી બદલી પણ શકુ તેમ ન હોવ,  આ કારણ સબબ હું મારૂ કારોબારી સભ્યપદેથી મારી સ્વેચ્છાએ અને કોઇપણના કોઇપણ જાતના દબાણ કે પ્રલોભનને વશ થયા વગર મારૂ આ રાજીનામુ આપું છું. આ મારો અંગત નિર્ણય હોય કોઇએ જશ લેવાનો પ્રશ્ન જ નથી.

આ રાજીનામુ સ્વીકારી મને મારી સને-ર૦૧૮ માં મારા ભાગે આવતી વકીલોની સેવામાંથી મુકિત આપી કૃતજ્ઞ કરશોજી. તેમ બાર એસો.ના પ્રમુખ અને સેક્રેટરીને જણાવેલ છે.(૬.૧૨)

(11:44 am IST)