Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજકોટમાં MLA ગ્રાન્ટમાંથી 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટના ચારેય ધારાસભ્યોએ કુલ રૂપિયા 5.50 કરોડની ગ્રાન્ટ ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળવી

રાજકોટ તા ૧૨, રાજકોટમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા  દર્દીઓને પૂરતા પ્રમાણમાં- અવિરતપણે  ઓક્સિજન- પ્રાણવાયુ મળતો રહે તે માટે મુખ્યમંત્રી શ્રી  વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ  શહેર-ગ્રામ્યના ચારેય ધારાસભ્યોશ્રીઓની ગ્રાન્ટમાંથી વધુ 10 નવા ઓક્સિજન પ્લાન્ટ યુદ્ધના ધોરણે  સિવિલ હોસ્પિટલ- રાજકોટમાં કાર્યરત કરાશે. 

ગુજરાતમાં કોરોના સંક્રમિત જરૂરિયાતવાળા  એક પણ દર્દીને ઑક્સિજનની ઘટ ન પડે  તેવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજકોટ શહેર- પૂર્વના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી અને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે તેમને મળતી વાર્ષિક ગ્રાન્ટના તમામ રૂ. 1.50-1.50 કરોડ એમ કુલ રૂ. 4.50 કરોડ જયારે  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયાએ રૂ. 1 કરોડ  એમ કુલ રૂ. 5.50  કરોડની ફાળવણી  10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કરી છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયાએ તેમની ધારાસભ્ય તરીકેની બાકી રહેતી  બચત ગ્રાન્ટ તેમના મત વિસ્તારમાં આવતા CHC અને PHC માટે ફાળવી આપી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ  6 મેના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોરોના કોવિડ-19 નિયંત્રણ- સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા 50 લાખની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી રૂપાણી સહિત રાજકોટ શહેર-ગ્રામ્યના ભાજપના  તમામ ચારેય ધારાસભ્યોએ તેમની ગ્રાન્ટમાંથી રાજકોટ   સિવિલમાં 10 નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ફાળવવાની જાહેરાત કરી છે.

(4:43 pm IST)
  • કોરોના વાયરસના B.1.617 વેરિયન્ટને "ભારતીય સંસ્કરણ" કહેવાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) તેના દસ્તાવેજોમાં આ શબ્દ માટે ભારતીય શબ્દનો ઉપયોગ કર્યો નથી. મંત્રાલયે બી.1.617 વાયરસ વેરિયન્ટ માટે ભારતીય સંસ્કરણનો ઉપયોગ કરીને નિરાધાર અને પાયાવિહોણા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે, જેને માટે WHO એ તાજેતરમાં આ વેરિયન્ટને વૈશ્વિક ચિંતા કહી છે. access_time 9:53 pm IST

  • બુધવારે દિલ્હી સહિત દેશના કોઈ ભાગમાં ઇદનો ચાંદ જોવા મળ્યો નથી, તેથી ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શુક્રવારે ઉજવવામાં આવશે અને 30 મુ અંતિમ રોજુ, ગુરુવારે થશે. ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમે કહ્યું હતું કે ઈદનો ચાંદ દિલ્હી સહિત દેશના કોઈ પણ ભાગમાં જોવા મળ્યો નથી, તેથી ઇદનો તહેવાર 14 મે, શુક્રવારે ઉજવાશે. access_time 9:54 pm IST

  • કેન્દ્ર સરકારને આડે હાથે લેતા, કોરોના રસીકરણ અંગે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારે કેટલાક મહિના પહેલા વરિષ્ઠ નાગરિકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કર્યું હોત, તો ઘણા જાણીતા વ્યક્તિઓ સહિત અનેક લોકોનો જીવ બચાવી શકાયો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે કેન્દ્રને કહ્યું હતું કે, જ્યારે રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં અસમર્થ વરિષ્ઠ નાગરિકોના જીવનનો પ્રશ્ન છે, ત્યારે ડોર-ટુ-ડોર રસીકરણ કાર્યક્રમ કેમ શરૂ કરાયો નથી? access_time 9:42 pm IST