Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

દોઢસો ફુટ રોડ નવા બીલ્ડીંગના સાતમાં માળેથી પટકાતા વિલાસીનીબેનનું મોત

પાણી ભરવા જતી વખતે પગ લપસતા લીફટની ખુલ્લી જગ્યામાંથી નીચે પટકાઇ

રાજકોટ તા. ૧ર :.. દોઢ સોફુટ રોડ પર શીતલ પાર્ક પાસે નવા બનતા બીલ્ડીંગના સાતમા માળેથી પટકાતા ઓરીસ્સાની મહિલાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ શીતલ પાર્ક પાસે નવા બનતા આર. કે. ઇન્ડીયન્સ નામના બીલ્ડીંગની ઓરડીમાં રહેતા ઓરીસ્સાના વિલાસીની વિષ્ણુભાઇ ક્ષત્રીય (ઉ.ર૬) બપોરે બીલ્ડીંગના સાતમા માળે પતિ સાથે પ્લાસ્ટરનું કામ કરતી હતી ત્યારે પાણી ભરવા માટે જતા પગ લપસતા લીફટની ખુલ્લી જગ્યામાંથી પટકાતા પતિ જોઇ જતા દેકારો મચાવતા ગ્રાઉન્ડ ફલોરમાં કામ કરતા અન્ય મજુરો દોડી આવ્યા હતા અને મહિલાને માથા તથા શરીરે ગંભીર ઇજા થઇ હોઇ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ભાવનાબેન ડોડીયાએ તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ સાજીદભાઇ તથા અનુજભાઇ ડાંગરે તપાસ હાથ ધરી હતી મૃતકને સંતાનમાં એક પુત્રી છે મહિલાના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:58 pm IST)